આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઇવીએમ પર શંકા હોય તો ચૂંટણી પંચનો સંપર્ક કરો: અજિત પવાર…

મુંબઈ: શિવસેના (ઉબાઠા) આદિત્ય ઠાકરેના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) ની કાયદેસરતા પર સવાલ ઉઠાવતા આરોપો પર વળતો પ્રહાર કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના વડા અજિત પવારે
કહ્યું હતું કે જો વિપક્ષને કોઈ સમસ્યા હોય તો ચૂંટણી પંચ અથવા કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો : 31મી ડિસેમ્બર સુધી હોટલ, પબ, ક્લબમાં જતી વખતે સાવચેત રહો…

“અહીં આવા આક્ષેપો કરવાનો કોઈ અર્થ નથી. તેમણે ચૂંટણી પંચ પાસે જવું જોઈએ અને જો ત્યાં તેમને ન્યાય ન મળે, તો કોર્ટનો સંપર્ક કરવો જોઈએ,” એમ અજિત પવારે જણાવ્યું હતું.

આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલુ વિશેષ સત્ર દરમિયાન શનિવારે પાર્ટીના વિજેતા ધારાસભ્યો શપથ નહીં લેવાની જાહેરાત કર્યા પછી આ વાત સામે આવી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : આવકવેરા વિભાગે જપ્ત કરેલી સંપત્તિ મુક્ત થતા અજિત પવારને મોટી રાહત,

અગાઉ શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું હતું કે, “આજની પ્રાથમિકતા ૨૮૮ ધારાસભ્યોની શપથવિધિ અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી યોજવાની છે. તે પછી, અમારા ૩ નેતાઓ- મુખ્યપ્રધાન ફડણવીસ અને બે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મળીને નક્કી કરશે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે કરવું અને અમને કયા વિભાગો મળશે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button