આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવાર: ‘કાયમી નાયબ મુખ્યમંત્રી’ એ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાન મજબૂત કર્યું

મુંબઈ: તેમના રાજકીય ગ્રહણની આગાહીઓને ખોટી પાડીને, એનસીપીના વડા અજિત પવારે માત્ર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં જ નહીં,પરંતુ છઠ્ઠી વખત નાયબ મુખ્ય પ્રધાન બનીને મહારાષ્ટ્રના રાજકારણમાં પણ તેમનું સ્થાન મજબૂત કર્યું છે.

એનસીપીના સ્થાપક અને તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યાના એક વર્ષથી વધુ સમય પછી અજિત પવાર હવે તેમના પડછાયામાંથી નિશ્ચિતપણે બહાર આવ્યા છે. તેમણે ગુરુવારે સાંજે અહીં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વિવિધ સરકારોમાં બહુવિધ વખત ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા ૬૫ વર્ષીય અજિત પવારનું મુખ્ય પ્રધાન બનવાનું સ્વપ્ન હજુ અધૂરું છે.

તેમના વિરોધીઓ તેમની ‘કાયમી નાયબ મુખ્ય પ્રધાન’ તરીકે મજાક ઉડાવે છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં ૨૦૧૯ પછી તેઓ અંતિમ સર્વાઈવર સાબિત થયા છે.
અજિત પવાર શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે, જેમનું અવસાન અજીત ૧૮ વર્ષના હતા ત્યારે થયું હતું. તેમણે ૧૯૮૨ માં શરદ પવારના પગલે ખાંડ સહકારી મંડળના બોર્ડમાં ચૂંટાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

Also Read – મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનોની આવક, સંપતિના આંકડાઓ જોઈને ચોંકી ઉઠશો…

અજિત પવારે ભજવેલી વિવિધ ભૂમિકાઓ
૧. ૧૯૯૧ માં, તેઓ પુણે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા ,આ પદ તેમણે ૧૬ વર્ષ સુધી સંભાળ્યું હતું
૨. ૧૯૯૧ માં બારામતીથી લોકસભા માટે ચૂંટાયા હતા. પરંતુ શરદ પવાર નરસિમ્હા રાવ સરકારમાં સંરક્ષણ પ્રધાન બનતા તેમણે બેઠક ખાલી કરી.
૩. તે જ વર્ષે બારામતીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી તે આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
૪. સિંચાઈ, જળ સંસાધનો અને નાણાં સહિત અનેક વિભાગો સંભાળ્યા.
૫. શરદ પવાર દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા વિદ્યા પ્રતિષ્ઠાન, બારામતીના ટ્રસ્ટી છે.
૬. ૧૯૯૯ સુધી મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક અને ડિસેમ્બર ૧૯૯૮ સુધી પુણે જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ હતા.
૭. રાજ્ય દૂધ સંઘ અને રાજ્ય ખો ખો એસોસિએશનના ડિરેક્ટર તરીકે સેવા આપી છે.
૮. હાલમાં મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશન અને સ્ટેટ કબડ્ડી એસોસિએશનના પ્રમુખ છે.
૯. ગયા વર્ષે બીજા નાયબ મુખ્યમંત્રી બનતા પહેલા (ફડણવીસ સાથે), તેઓ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને છ વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button