અજિત પવારના મુખ્ય પ્રધાન બનવા વિશે કાકાએ શું કહ્યું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ હવે કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર એકબીજાની સામે તીર તાકતા રહે છે. તાજેતરમાં જ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી અને તે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવશે.
અજિત પવારના મુખ્ય પ્રધાન બનવા અંગેની અટકળો વિશે પૂછવામાં આવતા કે એનસીપી તોડીને શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થયા બાદ ઉપમુખ્ય પ્રધાન બની ચૂકેલા અજિત પવારને જલદી જ રાજ્યમાં ટોચનું પદ મળશે તો તેના પર શરદ પવારે કહ્યું કે અજિત પવાર મુખ્ય પ્રધાન બનશે પણ સપનામાં. આ ફક્ત એક સપનું હશે. તેમણે કહ્યું કે 2024ની ચૂંટણી બાદ શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર જૂથ) અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડીની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવશે.
તેમણે કહ્યું કે ભાજપ અમુક રાજ્યોમાં અન્ય રાજકીય પક્ષોને તોડીને સત્તામાં આવ્યો હતો પણ તે હવે 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી. તેમણે એમ પણ કહ્યું કે છગન ભુજબળે જ એકવાર ઓફર કરી હતી કે સુપ્રિયા સુળેને એનસીપીના અધ્યક્ષ બનાવવામાં આવે પણ ભુજબળ ખુદ હવે બીજા પક્ષમાં જતા રહ્યા છે.
Sarad Pawar clean bold as CM if aghadi comes as ruling party.