એર ઈન્ડિયાની ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ: મોટી દુર્ઘટના ટળી પણ… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એર ઈન્ડિયાની ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ: મોટી દુર્ઘટના ટળી પણ…

મુંબઈઃ એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. અમેરિકાના નેવાર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાન (એઆઈ 191)ને આજે ઉડાન ભર્યાની થોડી મિનિટમાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હોવાનું પાઈલટને ધ્યાન ગયા પછી અચાનક પાછા ફરવું પડ્યું હતું. સદ્નસીબે પાઈલટનું ધ્યાન ગયું અને હોનારત ટળી ગઈ હતી, પરંતુ તહેવારના દિવસોમાં સેંકડો પ્રવાસીઓ એકાએક ફસાઈ જવાની નોબત આવી હતી.

આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ પછી ટેક્નિકલ ખામીની શંકા પછી પાઈલટે રાઈટ ટાઈમ ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે પાઈલટે સફળતાપૂર્વક સુરક્ષિત લેન્ડિંગ પણ કર્યું હતું, જેથી આજના મોટા દિવસે હોનારત ટળી ગઈ હતી. આ બનાવ સિવાય રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં તેમનો બચાવ થયો હતો.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈમરજન્સી સિસ્ટમ એક્ટિવ, ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

આ અંગે અધિકારીએ કહ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ 191માં અચાનક ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાતના 1.14 વાગ્યાના સુમારે ફ્લાઈટે ઉડાન ભરી હતી, પરંતુ એના કલાકોમાં તો ટેક્નિકલ ખામી ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. એના પછી મોડી રાતના ત્રણ વાગ્યાના સુમારે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન મુંબઈ અને નેવાર્ક વચ્ચે ચલાવનારી એઆઈ 191 અને એઆઈ 144 (નેવાર્ક-મુંબઈ) બંને ફ્લાઈટ્સને રદ કરવામાં આવી હતી. મુંબઈથી અમેરિકા જનારા પ્રવાસીઓ માટે હોટેલ અને અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ફ્લાઈટના ઈમરજ્ન્સી લેન્ડિંગ પછી ટેક્નિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, જ્યારે પ્રવાસીઓને પણ અન્ય વિમાન મારફત લઈ જવાની વ્યવસ્થા કરી હતી. અહીં એ જણાવવાનું કે આ અગાઉ 16મી જૂનના હોંગકોંગથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી, જ્યારે 21 જુલાઈના દિલ્હીથી કોલકાતા મુશ્કેલી સર્જાઈ હતી. આ અગાઉ ગયા વર્ષે 12મી જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં 241 પ્રવાસીનાં મોત થયા હતા, જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જનારી ફ્લાઈટને જીવલેણ અકસ્માત નડ્યો હતો.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button