મારા ફોટા બૅનર પર ન લગાવો, ભાજપના ભુતપૂર્વ વિધાનસભ્યએ કેમ આપ્યું આવું અવાહન
મુંબઈ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના (Shri Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ગણતરીના દિવસો બાકી છે. રામ મંદિરને લઈને અનેક રાજકીય પક્ષોએ ઠેક ઠેકાણે શ્રી રામ મંદિરના એનક પોસ્ટર્સ અને બૅનરો લગાવ્યા છે. પણ હવે મહારાષ્ટ્રમાં લગાવવામાં આવેલા રામ મંદિરના પોસ્ટર અને બૅનરો પર પ્રભુ શ્રી રામ અને સંત મહાત્મા કરતાં પાર્ટીના નેતાઓના ફોટા મોટા દેખાતા રાજકારણ ગરમાયું છે.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના પોસ્ટર પર નેતાઓની તસવીરો મોટી દેખાઈ રહી છે. આ વાતને લઈને અહમદનગર જિલ્લાના ભાજપના ભુતપૂર્વ વિધાનસભ્ય સ્નેહલતા કોલ્હેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમણે કરેલી આ પોસ્ટની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભાજપના નેતાએ કરેલી આ પોસ્ટમાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને લગાવવામાં આવેલા બૅનર પર તેમની તસવીરને પ્રિન્ટ ન કરવાની વિનંતી પાર્ટીના કાર્યકરોને કરી હતી.
તેમણે લખ્યું કે જય શ્રી રામ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આપણાં શહેરમાં લગાવવામાં આવતા પોસ્ટર્સ પર મારો ફોટો ન લગાવવા હું વિનંતી કરું છું, આપણે આ કાર્યક્રમ ભગવાન રામ માટે ઉજવીએ છીયે એટ્લે બૅનર પર ભગવાન શ્રી રામ અને સાધુ સંત મહાત્મા અને કારસેવકોના ફોટા બતાવીને ધાર્મિક કાર્યક્રમ ધાર્મિક રીતે ઉજવવો જોઈએ, એવી પોસ્ટ તેમણે કરી હતી.
મહારાષ્ટ્રના કોપરગામમાં પણ અજિત પવાર જુથના વિધાનસભ્ય આશુતોષ કાળેના કાર્યકરો દ્વારા રામ મંદિરના બૅનર પર સંતોના ફોટોને બદલે વિધાનસભ્યનો ફોટો મોટો બતાવતા તેમની ટીકા થઈ રહી છે. આ પ્રકારના બૅનર આખા ગામ અને શહેરોમાં લગતા અહીંના એક સામાજ સેવકે પણ તેમની ટીકા કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે લખ્યું કે તમે કામોમાં પરિપૂર્ણ હશો, પણ ધર્મમાં જેનું યોગદાન હોય છે તેની સામે લોકો માથું નમાવે છે. તમારા કાર્યક્રરો દ્વારા લગાવવામાં આવેલા દરેક બૅનર પર સંતોના ફોટા લગાવવામાં આવ્યા નથી.