જે બસમાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા એમાં એવું શું મળ્યું કે બધા ચોંકી ઉઠ્યા?
બસમાં એક વિદ્યાર્થીને એવું કશુંક સીટની નીચેથી મળ્યું કે ડ્રાઈવર-કન્ડક્ટર પણ જોઈને આંચકો લાગ્યો, અહિલ્યાનગરમાં શું થયું?

મુંબઈ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. શનિવારે (23 નવેમ્બરે) મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના આ જંગમાં અહિલ્યાનગરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે વિદ્યાર્થીની પ્રામાણિકતાની પણ પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પરિણામો પહેલા ભાજપને ફટકો, પદાધિકારી ઉદ્ધવ જૂથમાં જોડાયા…
શું થયું હતું?
આ ઘટના વિશે એવી જાણકારી મળી છે કે, 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન માટે જ્યાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા તે બસની સીટ નીચે વિદ્યાર્થીને રૂ. 500ની નોટોના બે બંડલ જોયા હતા. આ વિદ્યાર્થીઓએ અંદાજે 86 હજારની આ રકમ એસટી બસના કન્ડક્ટર સવિતા અડાંગલેને આપી હતી. મતદાનના બીજા દિવસે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી માટે ઉપયોગમાં લેવાતી એસટી બસમાં મોટી રકમ મળી આવી હતી જેને લઈને ભારે ચર્ચા જાગી છે. આ રકમ ખરેખર કોની છે તે પ્રશ્ર્ન હવે ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો : Maharashtra માં આવતીકાલથી રિસોર્ટ પૉલિટિક્સ શરૂ, વિધાનસભ્યો વેચાઈ ન જાય તે માટે એમવીએની તૈયારી
કોપરગાંવ ડેપોની બસ નંબર એમએચ-40 વાય 5679 સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીનો અને સ્ટાફ લઈને મતદાન મથકે ગઈ હતી. ત્યારબાદ ગુરુવારે આ જ બસ સંજીવની ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને વૈજાપુર કોપરગાંવ થઈને ધમોરી તરફ જઈ રહી હતી ત્યારે છેલ્લી સીટ પર બેસેલા સાઇરાજ કદમ નામના વિદ્યાર્થીને આ બંડલો મળ્યા હતા. તેણે બસમાં સંજીવની અંગ્રેજી માધ્યમના કર્મચારીઓ રોહિત હોને અને સચિન ભાલકેને આ બંડલ આપ્યાં હતાં. જેમણે આ નોટોનાં બંડલ મહિલા કન્ડ્ક્ટર સવિતા અડાંગલેને આપ્યું. સવિતા અડાંગલેએ બસ ડેપો મેનેજર અમોલ બેંકરને પણ આ અંગે જાણ કરી રકમ બસ ડેપોમાં લઈ જઈ જમા કરાવી હતી. આ રકમ 86 હજાર પાંચસો રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.