એગ્રો કંપની સાથે 30 લાખની ઠગાઇ: તમિળનાડુના ત્રણ સામે ગુનો નોંધાયો

થાણે: એગ્રો કંપની સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ તમિળનાડુના ત્રણ જણ વિરુદ્ધ થાણે જિલ્લાની પોલીસે ગુનો નોંધ્યો હતો.
કલ્યાણ નજીક શહાડ ખાતે આવેલી કંપની દ્વારા પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે તમિળનાડુના ઇરોડ જિલ્લામાં પેરુન્ડુરાઇ ખાતેની કંપનીના એમડી સહિત ત્રણ જણે જુલાઇ-ઑગસ્ટમાં હળદરનો આર્ડર આપ્યો હતો.
ક્ધસાઇનમેન્ટ સમંતિ મુજબ સપ્લાય કરવામાં આવ્યું હતું,
આપણ વાચો: Phone 17 Pro Maxના બોક્સનું સીલ ખોલવાનો વીડિયો વાયરલ: જુઓ સ્કેમર્સ કેવી રીતે કરે છે છેતરપિંડી…
પણ આરોપીઓએ માત્ર છ લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને વારંવાર યાદ અપાવ્યા છતાં તેઓ બાકીના 30.75 લાખ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન ફરિયાદીએ બાકીના રૂપિયા અંગે સંપર્ક સાધ્યો હતો ત્યારે આરોપીઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. બાદમાં તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો, જેને પગલે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. (પીટીઆઇ)
 
 
 
 


