Sanatan Dharm Row: યુપી-બિહાર બાદ મુંબઈમાં પણ ઉધયનિધિ વિરુદ્ધ FIR નોંધાઈ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
આમચી મુંબઈ

Sanatan Dharm Row: યુપી-બિહાર બાદ મુંબઈમાં પણ ઉધયનિધિ વિરુદ્ધ FIR નોંધાઈ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

સનાતન ધર્મ પર ટિપ્પણી કરવા બદલ તમિલનાડુ સરકારના પ્રધાન અને મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન સામે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં નોંધવામાં આવી હતી. IPCની કલમ 153A હેઠળ જૂથો વચ્ચે નફરત ફેલાવવા અને IPCની કલમ 295A હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર એફઆઈઆર નોંધવામાં આવી છે.

ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના રામપુરમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેનું નામ પણ સામેલ છે. ઉધયનિધિના નિવેદનને સમર્થન આપવા બદલ FIRમાં પ્રિયંક ખડગેનું નામ નોંધવામાં આવ્યું હતું. આ સિવાય આ જ કેસમાં બિહારના મુઝફ્ફરપુરમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરના રોજ એક સંમેલન દરમિયાન નિવેદન આપ્યું હતું કે કે સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે અને તે નાબૂદ થવો જોઈએ. તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુના વાયરસ સાથે કરી હતી. ભાજપના નેતાએ વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’ના અન્ય સાથી પક્ષોની નિંદા કરતા કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમાંથી કોઈએ હજુ સુધી ઉધયનિધિની ટિપ્પણીની નિંદા કરી નથી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button