આમચી મુંબઈ

લોકલ ટ્રેન બાદ હવે રિક્ષાચાલકોએ કરી આવી હરકત, સોશિયલ મીડિયા પર વીડિયો થયા વાઈરલ…

કલવાઃ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ ગાંજો પી રહ્યા હોવાનો વીડિયો હજી તાજો જ છે ત્યાં થાણે નજીક આવેલા કલવામાં પણ આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી છે. પરંતુ રેલવે સ્ટેશનની બહાર જ ધોળા દિવસે આવી ઘટના બનતાં પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો એરણ પણ આવ્યો છે.

કલવા રેલવે સ્ટેશનની બહાર ઈસ્ટમાં આવેલા રિક્ષાસ્ટેન્ડ પર રિક્ષાચાલકો બિન્ધાસ્ત નશો કરતાં હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ડોંબિવલીમાં રિક્ષાચાલકે મહિલાનું અપહરણ કર્યું હોવાની ઘટના હજી તાજી જ છે ત્યાં કલવામાં બનેલી આ ઘટના ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે.

કલવા રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો ગાંજો ફૂંકી રહ્યા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કરવામાં આવ્યો છે. પરિણામે પ્રવાસીઓ અને એમાં પણ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત થયો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણેમાં આવી ઘટનાઓ બની રહી હોવાને કારણે નાગરિકોમાં રોષની લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

દરમિયાન આ વીડિયો વાઈરલ થતાં જ કલવા પોલીસે એની નોંધ લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આ રિક્ષાચાલકની શોધ હાથ ધરી હતી. આની સાથે સાથે જ પોલીસે આ પ્રકારની ઘટના સહન નહીં કરવામાં આવે એવો ઈશારો પણ કલવા પોલીસે આપ્યો હતો.

ગયા અઠવાડિયે શનિવારે રિક્ષા સ્ટેન્ટ પાસે કેટલાક યુવકો ગાંજો પી રહ્યા હોવાનો વીડિયો અમારા સુધી આવ્યો હતો અને અમે એક ટીમ બનાવી છે. આ યુવકોને અમે કલવા રેલવે સ્ટેશનની આસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વિનોદ ગુપ્તા, ગજાનન સાળુંખે અને મોહમ્મદ શેખની ધરપકડ કરી છે. તેમનો ચોથો સાથીદાર ફરાર છે. આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય આરોપી રિક્ષાચાલક હોઈ તેઓ કલવા ઈસ્ટમાં જ રહે છે. તેમની પાસે ગાંજો ક્યાંથી આવ્યો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button