ઓપરેશન સિંદૂર બાદ હવે આલિયા ભટ્ટે આપી પ્રતિક્રિયા: નેટિઝન્સ નારાજ

મુંબઈઃ છેલ્લા કેટલાક અઠવાડિયા આખા દેશ માટે મુશ્કેલ રહ્યા છે, પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પર તહેનાત ભારતીય સૈનિકો અને ત્યાં રહેતા લોકો માટે જેટલું મુશ્કેલ હતું એટલું બીજા કોઈ માટે નહોતું.
તેની શરૂઆત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી થઈ હતી, ત્યારબાદ ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. લગભગ અઠવાડિયા પછી રાઝી ફેમ અભિનેત્રી આલિયા ભટ્ટે પ્રતિક્રિયા આપી છે. આલિયાએ પ્રતિક્રિયા આપ્યા પછી અનેક લોકોએ તેની ટીકા કરી છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત
મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ હુમલાની સાથે ગોળીબાર શરુ કર્યો હતો. આ ક્રમ આખરે યુદ્ધવિરામ કરાર સાથે સમાપ્ત થયો.
આ કાર્યવાહી દરમિયાન, ઘણા ભારતીય ફિલ્મ સ્ટાર્સ પહેલા દિવસથી જ દેશની સાથે ઉભા રહ્યા હતા. તેમણે ભારતના બહાદુર સૈનિકોની પ્રશંસા કરી અને તેમનું મનોબળ વધાર્યું હતું, પરંતુ ઘણા સ્ટાર્સ આ દરમ્યાન મૌન રહ્યા અને તેમના મૌનથી લોકોને આશ્ચર્ય થયું.
છેલ્લા ઘણા દિવસોથી સ્ટાર્સના મૌન પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકો કહે છે કે બોલીવુડના ટોચના કલાકારો દેશમાં બનેલી આટલી મોટી ઘટના પર ચૂપ છે અને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી.
આપણ વાંચો: પાકિસ્તાનની કબૂલાત, ઓપરેશન સિંદૂરમાં 11 સૈનિકો માર્યા ગયા 78 સૈનિકો ઘાયલ
હવે ઓપરેશન સિંદૂર પૂર્ણ થયા પછી ઘણા કલાકારો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમિતાભ બચ્ચન પછી હવે આલિયા ભટ્ટ પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે. મંગળવારે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પહલગામ હુમલાની ટીકા કરતી એક લાંબી ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
આલિયા ભટ્ટે લખ્યું કે, ‘છેલ્લી કેટલીક રાતો… કંઈક અલગ જ અનુભવાઈ. જ્યારે કોઈ રાષ્ટ્ર શ્વાસ રોકે છે ત્યારે હવામાં ચોક્કસ શાંતિ હોય છે અને અમે છેલ્લા કેટલાક દિવસોમાં તે શાંતિ અનુભવી છે. દરેક વાતચીત પાછળ, દરેક સમાચારની સૂચના પાછળ, ભોજનના ટેબલ પર, તણાવના એ ધબકારા.
આલિયાએ લખ્યું હતું કે ‘જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જે સૈનિકો ક્યારેય ઘરે પાછા નહીં ફરે, જેમના નામ હવે આ રાષ્ટ્રના આત્મામાં કોતરાઈ ગયા છે, તેમના માટે આપણે શોક વ્યક્ત કરીએ છીએ. તેમના પરિવારોને રાષ્ટ્રની કૃતજ્ઞતાથી શક્તિ મળે. આલિયાએ લખેલી લાંબી લચક પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

આટલા દિવસ પછી આલિયાની પ્રતિક્રિયા માટે તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ આલિયાની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો, ‘પીઆર ટીમ દ્વારા શાનદાર કાર્ય. કાન્સ માટે છબિ નિર્માણ કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકીંગ પગલું.’
જ્યારે બીજા એક યુઝરે લખ્યું, ‘અને હવે ભારતીય સેલિબ્રિટીઝ સુરક્ષિત રમી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પછી સમગ્ર પરિસ્થિતિ વિશે રાજદ્વારી રીતે લખી રહ્યા છે, જ્યારે લાખો પાકિસ્તાની ચાહકો ગુમાવવાના ડરથી બોલવાનો સમય આવ્યો ત્યારે કોઈ સેલિબ્રિટી કેમ બોલ્યા નહીં, ખરું ને?’
બીજાએ લખ્યું હતું કે ‘તમારા જેવા કલાકારોને અનફોલો કરવાનો સમય આવી ગયો છે, જેમની પાસે જ્યારે જરૂર હતી ત્યારે પોતાના દેશના સમર્થનમાં બોલવાનો સમય નહોતો.’ તો અન્ય બીજા એક યુઝરે લખ્યું છે કે જ્યારે તક આવી ત્યારે તમે દેશ સાથે ઉભા ન રહ્યા, તમારી માતા દેશ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી હતી, પહેલા તેમને સમજાવો.