આમચી મુંબઈ

તબિયત સારી થતાં ખડસેએ સીએમ શિંદેને ફોન કરી આભાર વ્યક્ત કર્યો

થોડાક દિવસ પહેલા એનસીપીના ધારાસભ્ય એકનાથ ખડસેને છાતીમાં દુ:ખાવો શરૂ કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તરત જ તેમની માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. એકનાથ ખડસેની તબિયત વિશે મુખ્ય પ્રધાનને જાણ થતાં ખડસે માટે જરૂરી મેડિકલ વ્યવસ્થા ગોઠવી હતી. હવે એકનત ખડસેની તબિયતમાં સુધારો થયાનું જાણવા મળ્યું છે. તબિયતમાં સુધારો થતાં ખડસેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ફોન કરી મદદ માટે આભાર માન્યો હતો. ખડસેએ મુખ્યમંત્રીને લાગણી સાથે કહ્યું કે મારા જીવનનું પ્લેન લેન્ડ ન થયું હોત.
એકનાથ ખડસેની તબિયત બગડી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતારામાં તેમના દરે ગામમાં હતા. એનસીપીના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને છાતીમાં દુ:ખાવો ઊપડતાં ખડસેની પુત્રી રોહિણી ખડસેએ મુખ્ય પ્રધાનનો સંપર્ક કરી તેમને આ બાબત જાણ કરી હતી. ત્યાર બાદ શિંદેએ તરત જ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. એર એમ્બ્યુલન્સની વ્યવસ્તા કરવા માટે ખડસેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો અભાત વ્યક્ત કર્યો હતો.
ખડસેએ કહ્યું મારી માટે આ બાબત કોઈ ગંભીર ન હતી. મારી માટે એર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતી ન હતી. પરિવારે મંગાવેલી એક એમ્બ્યુલન્સ પણ નાસિકમાં ફસાઈ ગઈ હતી. તમારા લીધે મને એર એમ્બ્યુલન્સ મળી ત્યારબાદ મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને મારી એન્જિયોપ્લાસ્ટી થઈ. મારા હૃદયમાં બે બ્લોકેજ હતા. ઓપેરેશન દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ આવતા મારું હૃદય બંધ થઈ ગયું હતું. ત્યારે મને બે મિનિટ શોક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. જો તમે મને મદદ ન મોકલી હોત તો મારી લાઈફનું પ્લેન ટેક ઓફ થઈ ગયું હોત અને તે ક્યારેય લેન્ડ થયું ન હોત. હું તમારો આભાર માનું છું અને તમને દિવાળીની શુભકામનાઓ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…