લોકસભા ચૂંટણી 2024: 54 વર્ષ બાદ કૉંગ્રેસે ચંદ્રપુરમાં આપ્યો મહિલા ઉમેદવાર
ચંદ્રપુર: ચંદ્રપુર લોકસભા મતદારસંઘમાંથી આજ સુધી બધા જ પુરુષ સંસદસભ્યો ચૂંટાઈ આવ્યા છે. કૉંગ્રેસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. એસ. કન્નમવારના પત્ની ગોપિકા કન્નમવાર પછી વિધાનસભ્ય પ્રતિભા ધાનોરકરના રૂપમાં 54 વર્ષ બાદ પહેલી વખત મહિલા ઉમેદવાર લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યો છે.
આ પણ વાંચો: નાશિકની બેઠક માટે મહાયુતિમાં ખેંચાખેંચી, જાણો ભુજબળનું શું માનવું છે
આ લોકસભા મતદારસંઘમાંથી અત્યાર સુધી બધા જ પુરુષો જ ચૂંટાઈ આવ્યા છે. મહિલાને અહીંથી તક મળી નથી તે ઈતિહાસ છે. 2019 સુધી થયેલી 17 લોકસભા ચૂંટણીમાં અનેક અપક્ષ મહિલા ઉમેદવાર ચૂંટણીના જંગમાં ઉતર્યા છે, પરંતુ કૉંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષે 1967માં પહેલી વખત આ મતદાર સંઘમાં કન્નમવારના પત્ની ગોપિકા ક્ધનમવારને ઉમેદવારી આપી હતી અને ત્યારે તેમની લડાઈ અપક્ષ કાકા કૌશિક સાથે થઈ હતી અને ત્યારે તેમનો પરાજય થયો હતો.
હવે 54 વર્ષ બાદ ફરી એક વખત કૉંગ્રેસે આ મતદારસંઘમાં મહિલા ઉમેદવાર આપ્યો છે. પ્રતિભા ધાનોરકર કૉંગ્રેસના દિવંગત સંસદસભ્ય સુરેશ ઉર્ફે બાળુ ધાનોરકરના પત્ની છે. હવે પ્રતિભા ધાનોરકર આ વિસ્તારમાંથી પહેલી વખત ચૂંટાયેલા મહિલા સંસદસભ્ય બને છે કે નહીં તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: એનસીપીએ કેમ આપી મહાયુતીમાંથી બહાર નીકળી જવાની ધમકી?
અહીં ઉલ્લેખનીય છે કે આ જિલ્લામાંથી ભૂતપૂર્વ પ્રધાન યશોધરા બજાજ, ભૂતપૂર્વ પ્રધાન શોભાતાઈ ફડણવીસ અને વિધાનસભ્ય પ્રતિભા ધાનોરકર વિધાનસભ્યો બન્યા છે, પરંતુ હજી સુધી આ વિસ્તારમાંથી એકેય મહિલા સંસદસભ્ય ચૂંટાયો નથી.