દાઉદ ઈબ્રાહિમની જમીન ખરીદનાર વકીલને મળી ધમકી, કોની સામે નોંધાયો ગુનો?
મુંબઈઃ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ ખરીદનાર વકીલ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે તાજેતરમાં એક એફઆરઆઈ નોંધાવી છે. એફઆરઆઈમાં તેણે કેટલાક ગ્રામજનોના નામ નોંધાવ્યા છે, જેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પોતાને અનુષ્ઠાન કરતા રોકવાની સાથે અને ધમકી આપી રહ્યા છે.
અહીંના વકીલ ભારદ્વાજે કેટલાક ગ્રામજનોની વિરુદ્ધ ચોરી, અતિક્રમણ અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો છે. ભારદ્વાજની ફરિયાદ મુજબ 23 ફેબ્રુઆરીએ તેણે પોતાના સહયોગી નિરંજન રામદાસની સાથે તેની જમીન પર એક વૃક્ષની નીચે પૂજા કરી હતી. આ પૂજા અને અનુષ્ઠાન રાતના લગભગ નવ વાગ્યા સુધી ચાલ્યું હતું. જોકે બીજે જ દિવસે કેટલાક ગામવાળા ત્યાં પહોંચ્યા અને ધમાલ કરી હતી.
Also Read:
https://bombaysamachar.com/international/javed-miandad-dawood-ibrahim-controversy/
તેણે ગ્રામજનો પર આરોપ મૂક્યો હતો કે સામાનની ચોરી કરી લીધી હતી. જોકે, વકીલે પણ ફરિયાદ કરી હતી કે પહેલા તો સ્થાનિક પોલીસ એફઆરઆઈ નોંધવા તૈયાર નહોતી ત્યાર બાદ તેના દ્વારા ઘણા પ્રયાસોના અંતે તેની ફરિયાદ નોંધવામાં આવી હતી.
આખરે 26 માર્ચે ફરિયાદી વકીલની એફઆરઆઈ નોંધ્યો હતો. ભારદ્વાજનો દાવો છે કે પોલીસે આઈપીસીની કલમ 295 એ પણ દાખલ કરવાની હતી, જે જાણી જોઈને કોઈ વર્ગ અથવા ધર્મના લોકોના ધાર્મિક વિશ્વાસનું અપમાન કરીને તેની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.
આ અગાઉ ભારદ્વાજે રિઝર્વ કરેલી કિંમત પર જમીનની ખરીદી કરી હતી. તેણે કહ્યું હતું કે તે આ જમીન પર એક આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય મોરચો ખોલશે. 2020માં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની છ જેટલી સંપત્તિનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પ્રોપર્ટી ખરીદી હતી.