આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર એન્કાઉન્ટરઃ આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર ‘આ’ વાતને લઈ સાધ્યું નિશાન…

મુંબઈ: અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસમાં વિરોધ પક્ષના સરકાર અને પોલીસ ખાતા પર સતત પ્રહારો શરૂ જ છે અને વરલી ખાતેના ઠાકરે જૂથની શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ હાલમા જ સરકારને આ મુદ્દે નિશાને લીધી હતી.

આ પણ વાંચો : Badlapur Encounter: હાઈકોર્ટના ગંભીર સવાલો, પોલીસ અને સરકાર માટે કપરા ચઢાણ

સરકારે બદલાપુરની ઘટનાના મુખ્ય આરોપીઓને બચાવવા માટે આ એન્કાઉન્ટર કરાવ્યું હોવાનો આરોપ વિરોધપક્ષના અન્ય નેતાઓની જ જેમ આદિત્યા ઠાકરેએ પણ મૂક્યો હતો.

ઉલ્લેકનીય છે કે તુષાર આપ્ટે બદલાપુરની જે શાળામાં બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું એ શાળાના ટ્રસ્ટના સેક્રેટરી છે. તુષાર આપ્ટે ભાજપ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. એટલે ભાજપે પોતાના સભ્ય એવા તુષાર આપ્ટેને બચાવવા માટે શિંદેનું બનાવટી એન્કાઉન્ટર કરાવ્યું હોવાનું આદિત્યા ઠાકરે કહી રહ્યા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન આદિત્યા ઠાકરેએ કહ્યું હતું કે બદલાપુરની ઘટના સરકારની અસફળતા દર્શાવે છે. આ ઘટના અમાનવીય હતી અને ત્રણ વર્ષની બાળકીની માતાએ એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધાવવા માટે સાત દિવસ સુધી પોલીસ સ્ટેશનના ચક્કર કપવા પડ્યા હતા. જ્યારે તેમણે પ્રદર્શન કર્યું ત્યારે તેમણે લાઠીચાર્જ કર્યો. જોકે, કાલે જે થયું તેને તમે એન્કાઉન્ટર કહો, હત્યા કહો કે પછી આત્મહત્યા કહો, તેના પર ઘણા સવાલ ઊભા થાય છે. એક ‘આપ્ટે’ને બચાવવા માટે સરકારે શિંદેને મરાવી નાખ્યો.

આ સિવાય જ્યારે એકનાથ શિંદેથી બદલો લેવાની વાત પૂછવામાં આવી ત્યારે આદિત્યએ કહ્યું હતું કે અમે કોઇનાથી બદલો લેવાનો અમારો કોઇ ઇરાદો નથી. અમે આ પ્રકારના કામો કરતા જ નથી.

આ પણ વાંચો : Badlapur Encounter: ક્રેડિટ માટે શિંદે અને ફડણવીસના લાગ્યા ‘પોસ્ટર’, પવાર ‘ગાયબ’

ઉલ્લેખનીય છે કે સોમવારે થયેલા અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષ સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને શાળાના સંચાલકોને બચાવવા માટે શિંદેનું બનાવટી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…