આમચી મુંબઈ

ક્રોસવોટિંગ કરનારા વિધાનસભ્યો સામે કાર્યવાહી થઈ ગઈ: વેણુગોપાલ

મુંબઇ: રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીમાં મહાઆઘાડીના એક ઉમેદવારના પરાજય માટે કૉંગ્રેસના વિધાનસભ્યોનું ક્રોસ વોટિંગ જવાબદાર હતું અને આનાથી કૉંગ્રેસની શરમજનક હાલત થઈ હતી. આ બાબતે એઆઈસીસીના જનરલ સેક્રેટરી (સંગઠન) કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે મતદાન વખતે પાર્ટીના નિર્દેશોનું પાલન ન કરનારા વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં તમને તેના પરિણામો જોવા મળશે.

આ પણ વાંચો : ઓમ બિરલાના નિવેદનથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- આવો રાજકીય પ્રસ્તાવ…

આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્રમાં આવેલા વેણુગોપાલે જોકે કાર્યવાહી કરવામાં આવેલા વિધાનસભ્યોની સંખ્યા અથવા નામ જાહેર કર્યા નહોતા.

તેમને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે ક્રોસવોટિંગ કરનારા વિધાનસભ્યોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નકારવામાં આવશે? ત્યારે તેમણે કહ્યું હતું કે તમે તમારા અંદાજ બાંધી શકો છો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button