પ્રોફેસરથી એક્ટિંગ સુધીની સફર ખેડનાર અચ્યુત પોતદારનું દુ:ખદ અવસાન…

મુંબઈ: બોલીવૂડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ જગતના જાણીતા અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે, જેનાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 18 ઓગસ્ટે તેમને મુંબઈના ઠાણે સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, અચ્યુત પોતદારને ઉંમરને લગતી બિમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનના સમાચારે ચાહકોમાં દુઃખની લાગણી ફેલાવી છે.
અચ્યુત પોતદાર એક એવા કલાકાર હતા, જેમણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીત્યા હતા. 18 ઓગસ્ટે મુંબઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું, જેની જાણકારી મળતા જ તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

તેમણે પોતાના કરિયરમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં ‘અર્ધ સત્ય’, ‘તેજાબ’, ‘દિલવાલે’, ‘વાસ્તવ’, ‘પરિણીતા’, ‘દબંગ’, ‘3 ઈડિયટ્સ’ અને ‘લગે રહો મુન્ના ભાઈ’ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ‘3 ઈડિયટ્સ’માં તેમનો ડાયલોગ ‘અરે કહેના ક્યા ચાહતે હો’ ખૂબ લોકપ્રિય થયો હતો.
અચ્યુત પોતદારે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 44 વર્ષની ઉંમરે કરી હતી. 80ના દાયકામાં તેમણે મોટા પડદા પર પોતાની છાપ છોડી હતી. તેમનો રોલ નાનો હોય કે મોટો, તે પોતાના દરેક પાત્રમાં પોતાની એક્ટિંગ સ્કીલથી જીવ પૂરી દેતા હતા.
ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝનની દુનિયામાં પણ પોતાનું નામ બનાવ્યું. ‘વાગલે કી દુનિયા’, ‘મિસેઝ તેંડુલકર’, ‘માઝા હોશિલ ના’ અને ‘ભારત કી ખોજ’ જેવા લોકપ્રિય ટીવી શોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા અચ્યુત પોતદારે મધ્ય પ્રદેશમાં પ્રોફેસર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતીય સેનામાં કેપ્ટન તરીકે દેશને પણ સેવા પૂરી પાડી છે.
1967માં સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે ઈન્ડિયન ઓઈલમાં લગભગ 25 વર્ષ સુધી એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું. આ બહુમુખી વ્યક્તિત્વે પોતાની મહેનત અને પ્રતિભાથી દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું છે.
અચ્યુત પોતદારના નિધનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના ચાહકો અને સાથી કલાકારો તેમની યાદગાર ભૂમિકાઓ અને સરળ સ્વભાવને યાદ કરી રહ્યા છે.
‘3 ઈડિયટ્સ’માં તેમનો નાનો પણ પ્રભાવશાળી રોલ અને તેમનો આઇકોનિક ડાયલોગ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. તેમનું અવસાન એ મનોરંજન જગત માટે એક મોટી ખોટ છે.
આ પણ વાંચો…‘3 ઈડિયટ્સ’ના એક્ટર અકસ્માતમાં મૃત્યુ