લોકલમાં મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો: ‘ફેસ રેકગ્નિશન સિસ્ટમ’ બની હથિયાર

મુંબઈઃ મુંબઈ રેલવેમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં વધારો થઈ રહ્યું છે, જ્યારે પોલીસ પણ હાથ પર હાથ રાખીને બેસી રહે એવું પણ માનવાનું યોગ્ય નથી. તાજેતરમાં પશ્ચિમ રેલવેમાં મહિલાઓને પરેશાન કરનારા ગઠિયાને પોલીસે ટેક્નોલોજીની મદદથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.
આ બનાવ અંગે પોલીસે કહ્યું હતું કે બાંદ્રા રેલવે પોલીસે વિરાર-દાદર ફાસ્ટ લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનાર અને દુર્વ્યવહાર કરનાર એક યુવકની ધરપકડ કરી છે. આ ઘટના 11 સપ્ટેમ્બરના રોજ મીરા રોડ અને દહિસર રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી, જ્યારે મહિલાઓને પરેશાન કરનારા ગઠિયાની ઓળખ નાથુ હંસા (35) તરીકે થઈ છે.
પોલીસે તેને ફેસ રેકગ્નિશન સિસ્ટમની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. મૂળ ગુજરાતનો નાથુ તેની બહેનને મળવા મુંબઈ આવ્યો હતો. મહિલાઓ પ્રત્યેના આકર્ષણને કારણે તે લોકલ ટ્રેનમાં પ્રવેશ્યો હતો. એ જ વખતે સ્વરા ભોંસલે (વિરારની રહેવાસી 32 વર્ષીય 11 સપ્ટેમ્બર) સાંજે અંધેરી જઈ રહી હતી. તેણે વિરાર સ્ટેશનથી સાંજે 6 વાગ્યાની વિરાર-દાદર લોકલ પકડી હતી અને તે લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના લેડિઝ ડબ્બામાં (ચર્ચગેટ બાજુ) મુસાફરી કરી રહી હતી.
આ પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલા સુરક્ષા પર સવાલ: ચાર દિવસમાં છેડતીના 7 બનાવ
મહિલાઓના ડબ્બામાં ઓછી ભીડ હતી. મીરા રોડ સ્ટેશન પસાર કર્યા પછી મહિલાઓના ડબ્બાની બાજુમાં આવેલા લગેજ કોચમાં ચઢેલો એક યુવક મહિલાઓના ડબ્બામાં ઘૂસી ગયો અને અશ્લીલ ટિપ્પણીઓ કરવા લાગ્યો. બારી પાસે બેઠેલી ત્રણ યુવતી આ સાંભળીને ગભરાઈ ગઈ અને બીજી જગ્યાએ ચાલી ગઈ પછી તે યુવક ગુસ્સામાં કોચની છત પર પહોંચ્યો હતો. જોકે, આ બધાથી મહિલા ડબ્બામાં ભયનું વાતાવરણ સર્જાયું. આ બધું અંધેરી સ્ટેશન સુધી ચાલુ રહ્યું હતું અને સ્વરાએ આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
જોકે, આ ઘટનાના બરાબર 13 દિવસ પછી સ્વરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ, બોરીવલી રેલવે પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 79 (મહિલાનું અપમાન અથવા તેની ગોપનીયતામાં ખલેલ કરતા શબ્દો, ક્રિયાઓ, હાવભાવ) તેમ જ રેલવે એક્ટની કલમ 145 (બી) (રેલવે પરિસરમાં પજવણી, અશ્લીલ વર્તન અથવા દુર્વ્યવહાર) હેઠળ કેસ નોંધ્યો હતો.
આ કેસમાં તપાસ કરતા રેલવે પોલીસે ફેસ રેકગ્નિશન કેમેરાની સિસ્ટમની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અમે તેનો ફોટોગ્રાફ ફેસ રેકગ્નિશન સિસ્ટમમાં દાખલ કર્યો ત્યાર બાદ, ટેકનિકલ તપાસ દ્વારા તેની ઓળખ કરવામાં આવી. આરોપીની ઓળખ નાથુ હંસા (35) તરીકે થઈ છે. તે માનસિક રીતે સ્થિર છે. તે મૂળ ગુજરાતનો છે અને બે દિવસ પહેલા મુંબઈમાં રહેતી તેની બહેનને મળવા આવ્યો હતો. તે મહિલાઓને આકર્ષવા માટે લોકલ ટ્રેનમાં ચઢ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર વાગતા યુવતી ઘવાઈ, સપ્તાહમાં ત્રીજો બનાવ
ફેસ રેકગ્નિશન સિસ્ટમ શું છે?
‘ફેસ રેકગ્નિશન સિસ્ટમ’ એ એક ટેકનોલોજીકલ સિસ્ટમ છે જે કમ્પ્યુટર અથવા મોબાઇલ કેમેરાનો ઉપયોગ કરીને વ્યક્તિના ચહેરાને સ્કેન કરીને ઓળખે છે. આમાં, કેમેરા પહેલા ચહેરાની નોંધ કરે છે, પછી વિવિધ લાક્ષણિક બિંદુઓ (આંખો વચ્ચેનું અંતર, નાકનો આકાર, હોઠનો આકાર, જડબાની રચના)ના આધારે તે ચહેરાનો નકશો બનાવે છે. આ નકશાને ડેટાબેઝમાં પહેલાથી જ સેવ કરેલા ચહેરાઓ સાથે મેચ કરવામાં આવે છે જેથી તે વ્યક્તિ કોણ છે તે ઓળખી શકાય.