ચેન સ્નેચિંગના પંચાવન કેસમાં સંડોવાયેલો આરોપી પકડાયો
થાણે: વિવિધ શહેરોમાં નોંધાયેલા ચેન સ્નેચિંગના પંચાવન કેસમાં સંડોવાયેલા રીઢા આરોપીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. જામીન પર છૂટ્યા પછી પણ આરોપી ફરી ચેન સ્નેચિંગ કરવા લાગ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ગુલામ અલી ઉર્ફે નાડર સરતાજ જાફરી (40) તરીકે થઈ હતી. તેની પાસેથી 3.13 લાખની કિંમતની સોનાની ચેનો હસ્તગત કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) શેખર બાગડેએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-પના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે કલ્યાણ નજીકના આંબીવલી ખાતે રહેતા જાફરીને પકડી પાડ્યો હતો. જાફરી વિરુદ્ધ 2015થી નાશિક, પુણે, અહમદનગર અને થાણે જિલ્લા સહિત ગુજરાતમાં નોંધાયેલા ચેન સ્નેચિંગના 45 કેસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :થાણેમાં મહિલા પર હુમલો કરવા બદલ ચાર જણને સાત વર્ષની કેદ
ધરપકડ બાદ જાણીન પર છૂટેલા જાફરીએ ફરી ચેન સ્નેચિંગ શરૂ કર્યું હતું, જેને કારણે તેની સામે વધુ 10 ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાઈક પર ફરનારો જાફરી એકલો જ ગુનો આચરતો હતો. તેનો કોઈ સાથી ન હોવાનું તપાસમાં જણાયું હતું. રસ્તે ચાલતી વ્યક્તિના ગળામાંથી સોનાની ચેન આંચકી તે બાઈક પર ફરાર થઈ જતો હતો. (પીટીઆઈ