આમચી મુંબઈ
ટ્રક ડ્રાઇવરની હત્યા: 14 વર્ષ બાદ આરોપી પુણેથી પકડાયો…

મુંબઈ: નવી મુંબઈમાં ટ્રક ડ્રાઇવરની હત્યા કરી ફરાર થયેલા આરોપીને 14 વર્ષ બાદ પુણેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. નવી મુંબઈ પોલીસે મળેલી માહિતીને આધારે સોમવારે આરોપી લક્ષ્મણ ગંગાધર કાકડેને પકડી પાડ્યો હતો, જે અહિલ્યાનગરના પાથર્ડીનો રહેવાસી છે.
લક્ષ્મણ કાકડે ટ્રકનો ક્લિનર હતો અને તેણે વાશી વિસ્તારમાં 26 નવેમ્બર, 2011ના રોજ ડ્રાઇવર અજીનાથ ત્ર્યંબક દૌડ પર ચાકુથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઇવરનું બાદમાં મૃત્યુ થયું હતું. એક હજાર રૂપિયાને લઇ બંને વચ્ચે વિવાદ થયો હતો, જેમાં ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હતી.
હત્યા બાદ ક્લિનર ફરાર થઇ ગયો હતો, જેને પગલે એપીએમસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરીને ક્લિનરની શોધ ચલાવવામાં આવી હતી. આખરે 14 વર્ષ બાદ પોલીસે પુણેના ખેડથી તેને ઝડપી પાડ્યો હતો. (પીટીઆઇ)