Saif Ali Khan પર હુમલો કરવાના ચાર દિવસ પહેલાં આરોપીએ આચર્યો હતો આ ગુનો…
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલો કરનાર શંકાસ્પદ આરોપીનને લઈને દરરોજ જાત જાતની વાતો સામે આવતી રહી છે. હવે સૈફના હુમલાખોરને લઈને એક નવી માહિતી સામે આવી રહી છે. આરોપીનો એક નવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ વીડિયોમાં આરોપીને કોઈ બીજી બિલ્ડિંગમાં ચંપલ ચોરી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઘટનાના ચાર દિવસ પહેલાંનો જ છે.
આ પણ વાંચો : સૈફ હુમલા કેસમાં બાન્દ્રા પોલીસ પર ઠીકરું ફોડ્યું ક્રાઇમ બ્રાંચે, કહ્યું…
મળતી માહિતી અનુસાર આરોપીએ સૈફ અલી ખાન પર હુમલો કર્યો એના ચાર દિવસ પહેલાં વર્સોવા ખાતેની એક પોશ સોસાયટીમાંથી ચંપલ ચોરી કર્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આરોપી એક એક કરીને ઘરની બહાર મૂકવામાં આવેલા તમામ શૂ રેકને ચેક કરે છે અને એક જોડી ચંપલ કાઢીને પોતાની પાસે રાખી લે છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ ફૂટેજ 12મી જાન્યુઆરીનો છે. આરોપી વર્સોવામાં આવેલી એક ઈમારતમાંથી ચંપલ ચોરી રહ્યો છે. આ સિવાય પોલીસને બીજી પણ કેટલીક મહત્ત્વની માહિતી હાથ લાગી છે. પોલીસ હજી આ મામલે વધુ તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરીના રોજ ગુરુવારે ખાર ખાતે આવેલા ગુરુશરણ એપાર્ટમેન્ટમાં બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલાખોરે સૈફ પર છ વખત વાર કર્યા હતા અને એમાંથી બે ઘાવ તો ખૂબ જ ગંભીર હતા. આ હુમલામાં સૈફના હાથ, ગરદન અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચો : હુમલાખોર ચોરી માટે નહોતો આવ્યો? કરીનાના નિવેદન બાદ મામલો વધુ ગૂંચવાયો
હાલમાં સૈફ અલી ખાનની તબિયત એકદમ સ્થિર છે અને ટૂંક સમયમાં જ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે, એવી મહિતી પણ સામે આવી રહી છે.