અકસ્માતમાં પગ ગુમાવનારને 32 લાખનું વળતર ચૂકવવાનો એમએેસીટીનો આદેશ

થાણે: મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટિબ્યુનલે (એમએસીટી) સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરનારા શખસને 32.66 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેનો ડાબો પગ 2013માં માર્ગ અકસ્માત બાદ કાપી નાખવો પડ્યો હતો.
હાલ 39 વર્ષનો દિનેશ રાજમણિ ચૌરસિયા 31 ઑક્ટોબર, 2013ના રોજ રસ્તાના કિનારે ચાલી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલને તેને અડફેટમાં લીધો હતો.
દિનેશને પ્રથમ મુંબ્રાની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બાદમાં તેને મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનો ડાબો પગ ઘૂંટણની નીચેથી કાપી નાખવો પડ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈમાં બેસ્ટની બસના અકસ્માતમાં ડિલિવરી બોયનું મૃત્યુ
2019માં દિનેશે મોટર વેહિકલ એક્ટ હેઠળ દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને માસિક 15 હજાર રૂપિયા કમાતો હતો. ડાબો પગ કાપી નાખવામાં આવ્યા બાદ તે હવે કામ કરી શકતો નથી.
આ કેસમાં પ્રતિવાદીઓ મોટરસાઇકલનો માલિક કુશાંગ ગૌતમ પંડિત અને યુનાઇટેડ ઇન્ડિયા એશ્યુરન્સ કંપની લિ. હતા અને તેમણે દાવો કર્યો હતો કે દિનેશ તરફથી બેદરકારી હતી.
આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ: પરિવારને ૩૧.૩૪ લાખનું વળતર
જોકે ટ્રિબ્યુનલે પોલીસ દ્વારા દાખલ એફઆઇઆરને ટાંકીને તારણ કાઢ્યું હતું કે અકસ્માત માત્ર મોટરસાઇકલસવારની બેદરકારી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે થયો હતો.
ટ્રિબ્યુનલે અરજદારને કુલ 32.66 લાખ રૂપિયા ચૂકવવાના નિર્દેશ પ્રતિવાદીઓને આપ્યા હતા, જેમાં ભવિષ્યની આવકના નુકસાન માટેના 27.54 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.
(પીટીઆઇ)