નવ વર્ષ પહેલાના અકસ્માતમાં પીડિત પરિવારને મળ્યું 12.4 લાખનું વળતર

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ (એમએસીટી)એ 2015માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એક ક્લીનરના પરિવારને 12 લાખ 40 હજાર રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું.
થાણે એમએસીટીના અધ્યક્ષ એસ. બી. અગ્રવાલે અકસ્માતમાં નિમિત્ત બનેલા વાહનના માલિકને અરજીની તારીખથી સાકાર થાય ત્યાં સુધી વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ સાથે વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
21 ઓક્ટોબર, 2024ના દિવસે આપવામાં આવેલા આદેશની એક નકલ રવિવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી. દાવેદારો પાલઘર જિલ્લાના રહેવાસી છે.
અરજદારોએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે 19 જુલાઈ, 2015ના દિવસે રેહાન બશીર ભુરે ક્લીનર તરીકે નોકરી હતી એ વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો. બેફામ અને બેદરકારીથી ચલાવવામાં આવી રહેલું વાહન ઊંધું વળી જતા ક્લીનરનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : દિવાળીની સફાઈમાં મુંબઈની મહિલાએ રૂ.4 લાખના દાગીના ગુમાવ્યા
મૃતકની પત્નીના નામે 8 લાખ રૂપિયા અને તેના બે પુત્રના નામે બે – બે લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકવાનો નિર્દેશ પણ ટ્રિબ્યુનલે આપ્યો હતો.
(પીટીઆઈ)