છૂટાછેડાની અફવા વચ્ચે અભિષેક અને ઐશ્વર્યાનો આ વીડિયો થયો વાયરલ…
મુંબઈ: છેલ્લાં ઘણા વખતથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ‘ઑલ ઇઝ નોટ વેલ’ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલમાં જ યોજાયેલા એક એવૉર્ડ શૉમાં ઐશ્વર્યાનો અને તેની દીકરી આરાધ્યાને જોઇ આ ચર્ચાઓ ફરી જાગી હતી.
આ પણ વાંચો :Aishwarya Rai-Bachchanની લિપસ્ટિક પર Amitabh Bachchanએ કહ્યું કંઈક એવું કે…
હાલમાં જ આઇફા એવૉર્ડનો સમારંભ યોજાયો હતો, જેમાં બોલીવુડના સિતારાઓએ ધૂમ મચાવી હતી. જોકે, આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યાની સાથે અભિષેક જોવા મળ્યો નહોતો. એવામાં 2022માં યોજાયેલા આઇફા એવૉર્ડની એક વીડિયો ક્લીપ ઇન્ટરનેટ પર ફરતી થઇ હતી, જેમાં ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા ત્રણેય હાજર રહ્યા હતા. આ વીડિયો ક્લીપ જોઇને એશ અને અભિના ચાહકોએ એવી કોમેન્ટ્સ કરી હતી કે કાશ…ફરી પાછું બધું પહેલા જેવું થઇ જાય.
આ વીડિયો ક્લીપમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય સાથે એવૉર્ડ ફંક્શનમાં મન મૂકીને ડાન્સ કરતો દેખાય છે અને પોતાની દીકરી આરાધ્યાને પ્રેમથી કીસ પણ કરે છે. અભિષેક આ સમારંભમાં પર્ફોમ કરી રહ્યો હોય છે અને એ વખતે તે સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને ઐશ્વર્યા અને આરાધ્યા બેઠા હોય છે ત્યાં આવીને તેમની સામે ઝૂમી ઉઠે છે.
ઐશ્વર્યા પણ પોતાની જગ્યા પરથી ઊભી થઇને અભિષેક સાથે તાલથી તાલ મિલાવી તેને ચિયર કરતી વીડિયોમાં દેખાય છે. ત્યાર પછી અભિષેક પોતાની લાડકી દીકરીને કીસ પણ કરે છે. ઐશ્વર્યા આજકાલ અભિષેક સાથે ઓછી જ દેખાય છે અને તેમના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા પણ ખૂબ થાય છે. એવામાં આ વીડિયોએ ‘ગુડ ઓલ્ડ ડેઇઝ’ તેમના લોકોને યાદ દેવડાવી દીધા હતા. વીડિયોની નીચે ચાહકો બંને ફરી પાછા એક થઇ જાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યા હતા.