મહારાષ્ટ્ર કેસરી અભિજિત કટકેના ઘરે આવકવેરા વિભાગના દરોડા…

પુણે: આવકવેરા વિભાગે મહારાષ્ટ્ર કેસરી પહેલવાન અભિજિત કટકેના પુણે સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. ટીમે તેના ઘરેથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કટકેના ઘરે દરોડાથી ખળભળાટ મચી ગયો છે. અભિજિત કટકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અમોલ બાલવડકરના સાળા છે.
આ પણ વાંચો : એમએના વિદ્યાર્થીને મળી રૂપિયા 46 કરોડની Income Tax Notice અને…
આવકવેરા વિભાગના અધિકારીઓ મંગળવારે સવારે વાઘોલીમાં અભિજીતના પિતા ચંદ્રકાંત કટકેના ઘરે પહોંચ્યા હતા. ટીમે દસ્તાવેજોની તપાસ કરી અને કટકેની પૂછપરછ કરી હતી. ચંદ્રકાંત કટકે કોથરુડ વિધાનસભા ક્ષેત્રમાં બળવો કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અમોલ બાલવડકરના સસરા છે. તેના ઘરે દરોડા પડવાને કારણે તે રાજકીય કાવતરું હોવાની ચર્ચા ઉઠી છે.
ઉપરાંત, સોમવારે મોડી રાત્રે, પોલીસે ખેડ શિવપુર ટોલ બૂથ પર નાકાબંધી દરમિયાન ૫ કરોડ રૂપિયા લઇ જતી કારને અટકાવી હતી. તેમની પાસેથી રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રકમ શિંદે જૂથના ધારાસભ્યની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, અધિકારીઓએ આ અંગે વાત કરવાનો ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચો : પાટણના ચા વાળાને આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા 49 કરોડની નોટિસ!
ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અમોલ બાલવડકર કોથરુડ વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છતા હતા. જો કે, ભારતીય જનતા પાર્ટીએ સંબંધિત મતવિસ્તારમાંથી ચંદ્રકાંત પાટીલની ઉમેદવારીની જાહેરાત કરી છે. અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે બાલવડકરના ઘરે ગયા હતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ તેમની સાથે ચર્ચા કરી હતી. બાલવડકરના સસરા ચંદ્રકાંત કટકેનું વાઘોલીમાં ઘર છે. ત્યાં દરોડાના પગલે ખળભળાટ મચી ગયો છે.
મહારાષ્ટ્ર કેસરી અભિજીત કટકેએ એકવાર મહારાષ્ટ્ર કેસરીનો એવોર્ડ જીત્યો હતો. તો બે વખત ઉપ-મહારાષ્ટ્ર કેસરી થયા છે. કટકે પુણેના શિવરામદાદા તાલીમના પહેલવાન હતા ત્યારે ૨૦૧૫ માં યુથ મહારાષ્ટ્ર કેસરીનો ખિતાબ જીત્યો હતો. તેમણે ૨૦૧૬ માં જુનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : નાંદેડમાં આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત થયેલ રોકડ રૂપિયાને ગણતાં જ અધિકારીઓને 14 કલાક લાગ્યા ..