આમચી મુંબઈ

વીજ ગ્રાહકો માટે બેસ્ટ ઉપક્રમની અભય યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના વીજ ગ્રાહકોમાં જેણે વર્ષો સુધી વીજળીના બિલ ભર્યા નહોતા તેમની માટે બેસ્ટ ઉપક્રમ અભય યોજના લાવી છે, જે હેઠળ ગ્રાહકો બિલની રકમ ઈન્ટરેસ્ટ વગર ભરી શકશે.

આ પણ વાંચો :મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે સવા વર્ષમાં તૈયાર થશે

બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ વીજળીના જૂના બિલની રકમ નહીં ભરવાને કારણે જે ગ્રાહકોના ઈલેક્ટ્રિસીટી મીટર ૧-૧૦-૨૦૦૬થી ૩૧-૧૨-૨૦૨૦ના સમયગાળા દરમિયાન કાઢવામાં આવ્યા છે, તેવા વીજ ગ્રાહકો માટે અભય યોજના ૨૦૨૪ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બિલની બાકી રહેલી રકમ પર વ્યાજ અને લેટ ફીને બેસ્ટ ઉપક્રમ દ્વારા માફ કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો વીજ ગ્રાહકો પહેલી ઓગસ્ટ, ૨૦૨૪થી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીના છ મહિનાના સમયગાળા દરમિયાન લઈ શકશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button