આમચી મુંબઈમહારાષ્ટ્ર

મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…

મુંબઇઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ખાતાના પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા ધર્મરાવબાબા અત્રામના નિવેદનને લઈને હોબાળો થયો છે. તેમણે અહેરી વિધાનસભા ક્ષેત્રના મતદારોને તેમની પુત્રી ભાગ્યશ્રી અને જમાઈ ઋતુરાજ હલગેકરને નદીમાં ફેંકી દેવા જણાવ્યું હતું. ધર્મરાવબાબાએ જણાવ્યું હતું કે બંનેએ વિશ્વાસઘાત કર્યો છે અને આ માટે તેમને પ્રાણહિતા નદીમાં ફેંકી દેવા જોઈએ.

આ પણ વાંચો : Assembly Election: ઠાકરે જૂથ ૨૦થી ૨૨ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક, જાણો યાદી?

એવા અહેવાલો છે કે ધર્મરાવબાબાની દીકરી ભાગ્યશ્રી અને તેમના પતિ શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથમાં જોડાઈ શકે છે. ધર્મરાવબાબાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની હાજરીમાં આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેઓ તેમની ‘જનસમ્માન યાત્રા’ દરમિયાન આહેરીમાં હતા. ધર્મરાવબાબા આત્રામની પુત્રી વિશે એવી ચર્ચા છે કે તે પક્ષ બદલી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે એનસીપી (શરદચંદ્ર પવાર)ની ટિકિટ પર તેના પિતા વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. ધર્મરાવબાબા અત્રામે કહ્યું હતું કે કેટલાક લોકો પાર્ટી છોડી દે છે, પરંતુ તેમના પર ધ્યાન આપવાની જરૂર નથી. તેમણે કહ્યું, ‘અમારા પરિવારના કેટલાક લોકો મારા રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને અન્ય પાર્ટીમાં જોડાવા માંગે છે. રાજ્યની રાજનીતિમાં 40 વર્ષથી અનેક લોકોના પક્ષપલટા થયા છે. હવે શરદ પવાર જૂથના નેતાઓ મારા ઘરના ભાગલા પાડવા માંગે છે. તેઓ મારી સામે મારી પુત્રીને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ તમને વિનંતી કરું છું કે મારા જમાઈ અને દીકરી પર ભરોસો ન કરો. ‘ જે છોકરી પોતાના પિતાની દીકરી ન બની શકી તે તમારી કેવી રીતે બની શકે? તમારે આ વિશે વિચારવું પડશે. તે તમને શું ન્યાય આપશે? તેમના પર વિશ્વાસ ન કરો…’ NCP (અજિત પવાર જૂથ) નેતાએ કહ્યું હતું કે આ લોકોએ (શરદ પવાર જૂથ) તેમની સાથે દગો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘તેઓ મારી પુત્રીને તેમની બાજુમાં લેવા માગે છે. આટલું જ નહીં, તેને તેના પિતા વિરુદ્ધ ઉભી કરવામાં આવી રહી છે. આખરે જે છોકરી પોતાના પિતાની દીકરી ન બની શકી તે તમારી કેવી રીતે બની શકે? તમારે આ વિશે વિચારવાની જરૂર છે. શું તે તમારા લોકો માટે ન્યાય મેળવી શકશે? આવા લોકો પર વિશ્વાસ ન કરો. હું તેને રાજકારણમાં મારી પુત્રી, ભાઈ કે બહેન તરીકે જોઈ શકતો નથી. એમ પણ જાણવા મળ્યું છે કે જ્યારે અત્રામ આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો હાજર હતા. આ શબ્દો સાંભળીને તેઓ પણ તાળીઓ પાડી રહ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોંગ્રેસની માગણી

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર, જેમણે તેમના કાકાનો પક્ષ છોડીને ભાજપ અને શિવસેના સાથે હાથ મિલાવ્યા હતા, તેમણે પણ ભાગ્યશ્રીને અલગ નિર્ણય નહીં લેવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે “આખો પરિવાર ધરમરાવ બાબાની સાથે છે અને તે (ભાગ્યશ્રી) ધરમરાવ બાબાને પડકારવાની તૈયારી કરી રહી છે. અજિત પવારે ભાગ્યશ્રીને ભૂલ ન કરવા અપીલ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button