‘આપલી ચિકિત્સા યોજના’ પહેલી ઑગસ્ટથી ફરી મુંબઈગરાની સેવામાં | મુંબઈ સમાચાર

‘આપલી ચિકિત્સા યોજના’ પહેલી ઑગસ્ટથી ફરી મુંબઈગરાની સેવામાં

નજીવા દરે કરવામાં આવશે બ્લડ ટેસ્ટ: રિપોર્ટ વૉટ્સ ઍપ પર મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
છેલ્લા અનેક મહિનાથી બંધ થઈ ગયેલી ‘આપલી ચિકિત્સા યોજના’ પહેલી ઑગસ્ટથી મુંબઈગરાની સેવામાં ફરી શરૂ થઈ રહી છે. આ યોજના હેઠળ જુદા જુદા બ્લડ ટેસ્ટ નજીવા દરે ઉપલબ્ધ કરી આપવામાં આવતા હતા.

શુક્રવારથી મુંબઈ મહાનગરપાલિકાના ૧૦૦ આરોગ્ય સંસ્થામાં આ યોજના ફરી ચાલુ થવાની છે. તેમ જ ૧૫ ઑગસ્ટ સુધીમાં પાલિકાના તમામ દવાખાનામાં આ સેવા ચાલુ કરવાનો પાલિકાએ લક્ષ્યાંક રાખ્યો છે.

‘આપલી ચિકિત્સા યોજના’ અંતર્ગત મુંબઈના નાગરિકોને પાલિકાના આરોગ્ય સંસ્થામાં આઉટસોર્સિંગ દ્વારા જુદા જુદા બ્લડ ટેસ્ટ રાહતના દરે ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા હતા.

આપણ વાંચો: ‘આપલા દવાખાના’માં બ્લડ ટેસ્ટની સુવિધા બંધ ગરીબ દર્દીઓને હાલાકાી

પાલિકાની હૉસ્પિટલમાં ચાલી રહેલી આ યોજના અમુક મહિના પહેલા બંધ કરવામાં આવી હતી. તેથી દર્દીઓને હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે પાલિકાએ પહેલી ઑગસ્ટથી આ યોજના ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.

પાલિકાએ આ સેવા માટે જૂન ૨૦૨૫માં ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી હતી. તે મુજબ ‘લાઈફનિટી હેલ્થ’ આ સંસ્થાની સર્વિસ પ્રોવાઈડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આપલી ચિકિત્સા યોજના’ અંતર્ગત રાજ્ય સરકારની આરોગ્ય સંસ્થામાં ઉપલબ્ધ રહેલા નિષ્ણાતોની સમિતિની ભલામણ મુજબ ૬૬ મૂળભૂત તપાસ અને ૧૭ એડવાન્સ એમ કુલ ૮૩ ટેસ્ટ કરવામાં આવશે. ૧૫ ઑગસ્ટ સુધી પાલિકાના તમામ દવાખાનામાં પણ આ સેવા ચાલુ કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત તમામ ૮૩ ટેસ્ટ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે. પાલિકાની ૧૬ ઉપનગરીય હૉસ્પિટલ, દવાખાના, પાંચ સ્પેશિયલ હૉસ્પિટ, પૉલિક્લિનિક, ૩૦ મેટરનિટી હોમ, તેમ જ વિલે પાર્લેની કૂપર હૉસ્પિટલ અને જોગેશ્ર્વરીની ટ્રોમા કેર હૉસ્પિટલનો સમાવેશ થાય છે.

પાલિકાની પૉલિસી હેઠળ દર્દીઓને બ્લડ ટેસ્ટના રિપોર્ટ વૉટસ ઍપ દ્વારા ઉપલબ્ધ કરવામાં આશે. તેમ જ હેલ્થ મેનેજમેન્ટ ઈર્ન્ફોમેશન સિસ્ટમ હેઠળ તમામ દર્દીઓની માહિતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button