‘હિન્દીમાં શા માટે બોલું? આ મહારાષ્ટ્ર છે.’ આમિર ખાનનો વીડિયો વાયરલ

મુંબઈઃ બૃહદમુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થઇ ગયું. આ ચૂંટણીના પ્રચારમાં હિન્દી વિરુદ્ધ મરાઠીનો મુદ્દો ખૂબ ચગાવવામાં આવ્યો હતો. હવે, મતદાનના દિવસે બોલીવુડના અભિનેતા આમિર ખાને મરાઠી બાબત કરેલા એક નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો.
મતદાન કરીને બહાર આવેલા આમિર ખાને માધ્યમો સાથે વાત કરતી વખતે મુંબઈગરાને ઘરની બહાર નીકળીને મતદાન કરવા અપીલ કરી હતી. તેણે મતદાન કેન્દ્રો પર કરવામાં આવેલી વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી.
તેણે મીડિયા પ્રતિનિધિઓ સાથે મરાઠીમાં વાત કરી. કેટલાક પત્રકારોએ તેને હિન્દીમાં પણ સંદેશ આપવા વિનંતી કરી હતી ત્યારે આમિર ખાને આપેલી પ્રતિક્રિયા ચર્ચાનો વિષય ગરમાયો છે.
જ્યારે મીડિયાકર્મીઓ આમીર ખાનને હિન્દીમાં બોલવા વિનંતી કરી, ત્યારે આમિરે આશ્ચર્ય વ્યકત કરતા પ્રશ્ન કર્યો, “હિન્દી મેં? યે મહારાષ્ટ્ર હૈ ભાઈ!” (હિન્દીમાં શામાટે? આ મહારાષ્ટ્ર છે) એવો જવાબ આપ્યો હતો.
Hindi? Sirf Maharashtra hai bhai – #AamirKhan pic.twitter.com/ZcorDCIXNL
— The Climax India (@TheClimaxIndia) January 15, 2026
એક પત્રકારે જ્યારે કહ્યું કે તમારો સંદેશ દિલ્હીમાં પણ જોવામાં આવશે, ત્યારે તેણે ફરીવાર હિન્દીમાં જણાવ્યું કે મહાપાલિકાએ ખુબ સારી વ્યવસ્થા કરી છે, હું બધાને અપીલ કરું છું કે તમારો અમૂલ્ય મત અવશ્ય આપો.



