આમચી મુંબઈ
મિત્રોના ફોટો પાડવા ગયેલા યુવકનું જુહુના દરિયામાં ડૂબીને મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મિત્રો સાથે જુહુ ચોપાટી ફરવા ગયેલા ૨૦વર્ષ ના યુવકનું ફોટો પાડવા દરમિયાન દરિયા માં પડીને ડુબી જવાંથી મૃત્યુ થયું હતુ.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ શનિવારે રાતના લગભગ ૮.૦વાગ્યાં ની આસપાસ જુહુ જેટી, જુહુ કોલીવાડા પાસે આ બનાવ બન્યો હતો, જેમાં મિત્રોના ફોટા લેતી વખતે યુવક દરિયામાં પડી ગયો, જેને લાઇફગાર્ડ્સ દ્વારા બચાવી લેવામાં આવ્યો અને કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં ૩૦ વર્ષના અર્જુન રાજપૂતને કૂપર હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: કલ્યાણમાં સંરક્ષક દીવાલ તૂટી પડતાં બાળકનું મોત: સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ