મહારાષ્ટ્રની હોસ્પિટલમાં નિર્વસ્ત્ર અવસ્થામાં ફરતા ડૉક્ટરનો વીડિયો થયો વાયરલ

નાગપુરઃ મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલના એક ડૉક્ટર નિર્વસ્ત્ર અવસ્થામાં હોસ્પિટલની અંદર ફરતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ઘટના રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બની હતી, જે અગાઉ ઔરંગાબાદ તરીકે ઓળખાતું હતું.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બિડકિન ગ્રામીણ સરકારી હોસ્પિટલના 45 વર્ષીય ડૉક્ટર ડ્રગ્સના વ્યસની છે અને જ્યારે તેઓ કપડાં વિના હોસ્પિટલની આસપાસ ફરતા હતા ત્યારે તેઓ ડ્રગ્સના પ્રભાવ હેઠળ હતા.
જિલ્લાના સિવિલ સર્જન ડૉ. દયાનંદ મોતીપાવલે, જેઓ જિલ્લાની આરોગ્ય સેવાઓના અધ્યક્ષ છે, તેમણે આ ઘટના વિશે વાત કરતાં કહ્યું હતું કે તેમને પણ આ ઘટના વિશે માહિતી મળી છે અને તેઓ પણ ચોંકી ગયા છે. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે અને જો ડૉક્ટર દોષિત ઠરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી હૉસ્પિટલની સ્વચ્છતા અને ત્યાંના કર્મચારીઓની વર્તણૂક વિશે તો આપણે ઘણું સાભળ્યું છે, પણ સરકારી હૉસ્પિટલના ડૉક્ટર ડ્રગ્સના પ્રભાવમાં આવી વર્તણૂંક કરે તે ઘણી શરમજનક છે.