આમચી મુંબઈ
વેપારીને રૂ. 28.5 લાખનું નુકસાન પહોંચાડવા બદલ બે સામે ગુનો

થાણે: નવી મુંબઈમાં લાઇટ ડીઝલ ઓઇલના સપ્લાયમાં વેપારીને રૂ. 28.5 લાખનું નુકસાન પહોંચાડવા બદલ બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
31 વર્ષના વેપારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તળોજા વિસ્તારમાં આવેલી તેની કેમિકલ કંપનીમાં ઉત્પાદન ન થવાના સમયગાળામાં ભૂતપૂર્વ કર્મચારી અને એક વિક્રેતાએ કંપનીમાંથી યોગ્ય અધિકૃતતા વિના લાઇટ ડીઝલ ઓઇલ મેળવવા માટે યોજના ઘડી કાઢી હતી. એ ઓઇલ બાદમાં વેચી દેવામાં આવ્યું હતું. પરિણામે આરોપીઓને આર્થિક ફાયદો થયો હતો અને વેપારીને રૂ. 28.53 લાખનું નુકસાન થયું હતું.
તળોજા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે માર્ચ, 2022થી સપ્ટેમ્બર, 2023 દરમિયાન આ ગુનો આચરવામાં આવ્યો હોવાનો વેપારીએ દાવો કર્યો હતો.
વેપારીની ફરિયાદને આધારે તેની કંપનીના ભૂતપૂર્વ કર્મચારી સહિત બે જણ સામે શનિવારે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)