સિનિયર સિટિઝન, તેના મિત્રે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં રૂ. 16.48 લાખ ગુમાવ્યા

થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 71 વર્ષના સિનિયર સિટિઝન અને તેના મિત્ર સાથે રૂ. 16.48 લાખની છેતરપિંડી આચરવા બદલ થાણે પોલીસે 10 જણ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ પોતાની ઓળખ ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરતી કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી અને કંપનીની ઓફિસ ડોંબિવલી અને મુંબ્રા વિસ્તારમાં હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ડોમ્બિવલીની મહિલા તબીબે 30 લાખ ગુમાવ્યા
ચેમ્બુર વિસ્તારમાં રહેનારા સિનિયર સિટિઝન અને તેના મિત્રનો માર્ચ, 2023માં આરોપીઓએ સંપર્ક સાધ્યો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. બંને જણ પાસેથી સમયાંતરે તેમણે રૂપિયા લીધા હતા, એમ મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
જોકે બાદમાં તેમને રોકાણ પર કોઇ વળતર આપવામાં આવ્યું નહોતું અને રોકેલા રૂપિયા પણ પાછા મળ્યા નહોતા, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
આ ફરિયાદને આધારે મુંબ્રા પોલીસે દિવા, ડોંબિવલી અને ઉત્તર પ્રદેશના રહેવાસી એવા 10 જણ વિરુદ્ધ બુધવારે ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)