27 હજાર જેટલા હીરાથી સુશોભિત બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ, ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની ભેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું 27,000 હીરાથી બનેલું અનોખું પોર્ટ્રેટ આજે તેમના જન્મદિવસ નિમિત્તે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મહારાષ્ટ્રના તમામ વફાદાર શિવ સૈનિકો તરફથી ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. શિવસેના (યુબીટી) પાર્ટીના પ્રવક્તા અને જનસંપર્ક પ્રમુખ હર્ષલ પ્રધાને પ્રખ્યાત કલાકાર શૈલેષ આચરેકરની કલાથી સુશોભિત બાળાસાહેબ ઠાકરેના આ પોર્ટ્રેટની કલ્પના કરી હતી.
શૈલેષ આચરેકરે ભૂતકાળમાં તેમના કામ માટે ઘણા એવોર્ડ જીત્યા છે. તેઓ એક પ્રખ્યાત કલાકાર તરીકે જાણીતા છે. શૈલેષ દ્વારા હીરામાં દર્શાવવામાં આવેલ બાળાસાહેબ ઠાકરે ખરેખર મોહક છે અને બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારકમાં ચોક્કસ એક મુખ્ય આકર્ષણ બની રહેશે, એમ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ પોર્ટ્રેટને સ્વીકારતાં કહ્યું હતું.
આ પણ વાંચો: બાળાસાહેબ ઠાકરે સ્મૃતિસ્થળ પર ઠાકરે-શિંદે જૂથ આમને-સામને: પોલીસ એક્શન મોડમાં
27 હજાર હીરાથી બનેલા આ પોટ્રેટને બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. શૈલેષ આચરેકરે બાર્કિન પર ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. અગાઉ તેણે રતન ટાટાનું આવું જ પોટ્રેટ બનાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેને પોટ્રેટ આપવામાં આવ્યું તે ક્ષણે તેમણે જે પ્રથમ પ્રતિક્રિયા આપી તે હતી ‘ઓહ, સુંદર’. આ પ્રસંગે શિવસેનાના સાંસદ સંજય રાઉત, સાંસદ વિનાયક રાઉત, શિવસેનાના ઉપનેતા નીતિન નંદગાંવકર, હિંગોલી-નાંદેડના સંપર્ક વડા બબન થોરાત, ઉદ્ધવ ઠાકરેના અંગત મદદનીશ રવિ મ્હાત્રે, કલાકાર શૈલેષ આચરેકર અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના પ્રવક્તા અને જનસંપર્ક પ્રમુખ હર્ષલ પ્રસાદ હાજર રહ્યા હતા.matrubhumi english