સરખી રીતે લખી ન શકતી બાળકીને શિક્ષિકાએ ફૂટપટ્ટીથી ફટકારી

થાણે: બરાબર લખી ન શકતી છ વર્ષની બાળકીને ફૂટપટ્ટીથી કથિત રીતે મારવા બદલ ટ્યૂશન ટીચર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. માનપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 11.30 વાગ્યાની આસપાસ સાગાંવ વિલેજમાં બની હતી. શિક્ષિકા સારિકા ઘાગે ફૂટપટ્ટીથી બાળકીને ફટકારી હતી.
બાળકીના કાન પર પણ મારવામાં આવ્યું હતું. ભણતી ન હોવાથી યોગ્ય રીતે લખતી ન હોવાથી શિક્ષિકાએ બાળકીને મારી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: ટ્યૂશન ટીચર, બૉયફ્રેન્ડ અને લવ ટ્રાયેંગલઃ આ કારણો હતા કાનપુરના કુશાગ્રની હત્યાના
ઘરે પહોંચ્યા પછી બાળકીએ માતાને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાદમાં બાળકીના વડીલોએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદને આધારે ટ્યૂશન ટીચર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)