આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડોંબિવલીની બહુમાળી ઇમારતમાં લાગી આગ, વીડિયો વાઈરલ

મુંબઈ: ડોંબિવલીમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી, પરંતુ આગની જ્વાળા એટલી ભીષણ હતી કે તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા હતા. ડોંબિવલી પશ્ચિમ સ્થિત પલાવા સિટીની બહુમાળી ઇમારતના સાતમા માળના એક ફ્લેટમાં આગ લાગી હતી. સાતમા માળના ફ્લેટમાં આગ લાગ્યા પછી અફડાતફડી મચી ગઈ હતી, જ્યારે આગના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

શનિવારે સવારના અગિયાર વાગ્યાના સુમારે આગ લાગી હતી. બિલ્ડિંગના સાતમા માળે આગ લાગ્યા બાદ આગ ઉપરના માળ પર પણ ફેલાઈ હતી. પલાવા સિટીની આ બિલ્ડિંગમાં માત્ર ત્રણ ફ્લોર સુધી લોકો રહે છે, જેથી આગ લાગ્યા બાદ તરત જ રહેવાસીઓને સુરક્ષિત રીતે જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાથમિક તબક્કે ઇમારતમાં શૉટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું કહી શકાય, પરંતુ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. સાતમા માળે આગ લાગ્યા પછી અન્ય ઉપરના ફ્લોર પર ઉપરના માળ પર આગ ફેલાઈ હતી. રાહતની વાત એ હતી કે લોકો ત્રીજા માળ સુધી રહે છે. ડોંબિવલીની ઇમારતમાં લાગેલી આગનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ઇમારતના સાતમાં મળે લાગેલી ભયંકર આગ જોવા મળી હતી. આગ લાગ્યાની માહિતી મળતા ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગને નિયંત્રણમાં લાવ્યા હતા. આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button