આમચી મુંબઈ

સાંસદ રવીન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ ગુનો નોંધાયો

મુંબઈ: શિવસેનાના તાજેતરમાં જ ચૂંટાયેલા વાયવ્ય મુંબઈના સંસદસભ્ય રવીન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ મતગણતરી કેન્દ્રમાં ચોથી જૂને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મતદારસંઘની મતગણતરીમાં ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો અને એક વખત પરિણામ જાહેર થઈ ગયા બાદ ફરી મતગણતરી કરવામાં આવી ત્યારે વાયકરને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ઠાકરે જૂથના વિધાનસભ્યને મોટો ઝટકો! રવીન્દ્ર વાયકર પર ગુનો દાખલ

વનરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મંગેશ પાંડીલકર નામના વાયકરના સંબંધી વિરુદ્ધ બુધવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમણે ગોરેગાંવના મતગણતરી કેન્દ્રમાં કરેલા કૃત્ય બદલ આ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ચૂંટણી અધિકારી દિનેશ ગુરવે પાંડીલકર સામે ફરિયાદ નોંધાવી હતી. મતગણતરી કેન્દ્રમાં એક અપક્ષ ઉમેદવારનું ધ્યાન ગયું હતું કે મતગણતરી કેન્દ્રમાં પ્રતિબંધ હોવા છતાં પાંડીલકર મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોર્યું હતું જેને પગલે ચૂંટણી અધિકારીએ વનરાઈ પોલીસનો સંપર્ક કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં વિધાન સભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે EDના દરોડા

પાંડીલકર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 (સરકારી આદેશનું ઉલ્લંઘન કરવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાની માહિતી તેમણે આપી હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button