મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ

મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ

મુંબઇ: 30 વર્ષની એક ડોક્ટર મહિલાની ફરિયાદના આધારે બીકેસી પોલીસે સ્ટીલ ઉદ્યોગ જગતના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી મહિલા જુહૂની રહેવાસી છે. ઓક્ટોબર 2021માં પીડિત મહિલા આઇપીએલની મેચ જોવા માટે દુબઇ ગઇ હતી. ત્યાં તેની ઓળખાણ આ ઉદ્યોગપતિ સાથે થઇ હતી. આરોપી ઉદ્યોગપતિને દુબઇમાં ઘર ખરીદવાનું હોવાથી પીડિતાએ તેના ભાઇનો મોબાઇલ નંબર આ ઉદ્યોગપતિને આપ્યો હતો.

ત્યાર બાદ એક પૂર્વ પ્રધાનના દિકરાના લગ્નમાં ફરિયાદી મહિલા ઉપસ્થિત હતી. તેથી તેની ફરી એકવાર આ ઉદ્યોગપતિ સાથે મુલાકાત થઇ હતી. ત્યાર બાદ બંને ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતાં. અને બંને વચ્ચે પ્રેમ પાગર્યો હતો. વિવાહીત હોવાને કારણે ઉદ્યોગપતિ સાથે કોઇ પણ સંબંધ રાખવા મહિલાએ નકાર આપ્યો હતો એમ મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે.

આ ઉદ્યોગપતિએ 24મી જાન્યુઆરી, 2022ના રોજ પીડિતાને તેની બીકેસીમાં આવેલ ઓફીસમાં બોલાવી હતી. ત્યાર બાદ તેનું શારિરીક શોષણ કર્યું હતું એવો આક્ષેપ કર્યો છે. ત્યાર બાદ અનેકવાર પીડિતાએ આ ઉદ્યોગપતિનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઉદ્યોગપતિ વારંવાર તેને મળવાનું ટાળ્યું હતું. આખરે તેણે બીકેસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button