આમચી મુંબઈમહારાષ્ટ્ર
અટલ સેતુ પરથી બસ દોડશે

પ્રવાસીઓની સતત માગણીને પગલે દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈને જોડનારા અટલ સેતુ માર્ગે બેસ્ટ ઉપક્રમ મારફત વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને કોંકણભવન, સીબીડી, બેલાપુર દરમિયાન ઍપ પર આધારિત ઍરકંડિશન્ડ પ્રિમિયમ બસ સર્વિસનો બુધવારે શુભારંભ કરવામાં આવ્યો હતો. બસ રૂટ એસ-૧૪૫ બુધવારથી દરરોજ દોડશે. આગામી દિવસમાં અભ્યાસ બાદ કોસ્ટલ રોડ પરથી પણ બસ દોડાવવામાં આવશે.