ઈસ્ટર્ન એક્સપ્રેસ પર બાંબુની ઊભી કરાશે દિવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતાની સાથે જ પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. પર્યાવરણના જતન માટે અનેક પ્રોેજેક્ટ અમલમાં મૂકવાની છે, જે હેઠળ પાલિકા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બાંબુ વૉલ (બાંબુની દીવાલ) ઊભી કરવાની છે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભાંડુપથી વિક્રોલી સુધી બંને બાજુએ છ કિલોમીટર લંબાઈની બાંબુ વૉલ ઊભી કરવામાં આવશે, તે માટે ૮,૧૦૦ બાંબુનો ઉપયોગ કરવામાં આવવાનો છે.
પાલિકાએ અર્બન ગ્રીનિંગ ઈનિશિયેટીવ પ્રોજેક્ટ હાથ લીધો છે. આ યોજના હેઠળ વધુમાં વધુ બાંબુનું વૃક્ષારોપણ કરવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટ હેઠળ પાંચ લાખ બાંબુના ઝાડ લગાડવામાં આવવાના છે.
આ પ્રોજેક્ટ હેઠળ શરૂઆતમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભાંડુપથી વિક્રોલી-ક્ધનમવાર નગર આ ત્રણ કિલોમીટરના અંતર પર બાંબુના ઝાડ લગાડવામાં આવવાના છે. રસ્તાની બંને બાજુએ આ પરિસરમાં બાંબુના ઝાડ લગાડવામાં આવશે, તેનાથી હાઈવેને લાગીને એક પ્રકારે બાંબુની દીવાલ તૈયાર થશે.