આમચી મુંબઈ

IIT Bombayના 85 વિદ્યાર્થીને 1 કરોડથી વધુના વાર્ષિક પેકેજ ઓફર થયા

મુંબઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મુંબઈની પ્લેસમેન્ટ સિઝન ૨૦૨૩-૨૪ના પહેલીથી ૧૫ ડિસેમ્બર વચ્ચે પહેલા તબક્કામાં ૮૫ વિદ્યાર્થીએ વાર્ષિક ૧ કરોડ રુપિયાથી વધુના પેકેજની નોકરીની ઓફર સ્વીકારી હતી.
આ ઉપરાંત, ૨૦ ડિસેમ્બર સુધી ૩૮૮ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ૧,૩૪૦ ઓફર કરી હતી. જેના પરિણામે ૧,૧૮૮ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી હતી.

આ વર્ષે, જાપાન, તાઈવાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને હોંગકોંગ સહિતના દેશો સાથે, ગત વર્ષના સમાન આંકડામાં ૬૩ આંતરરાષ્ટ્રીય ઓફર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા કરવામાં આવેલી સૌથી વધુ ઓફર વાર્ષિક ૨૯ લાખ હોંગકોંગ ડોલર (અંદાજે ₹૩ કરોડ) હતી. એકંદરે સરેરાશ પગાર વાર્ષિક ૨૪.૦૨ રુપિયા લાખ છે.

એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી માટે, સરેરાશ પેકેજ રુપિયા ૨૧.૮૮ લાખ, આઇટી અને સૉફ્ટવેર ₹૨૬.૩૫ લાખ, ફાઇનાન્સ ₹ ૩૨.૩૮ લાખ, કન્સલ્ટિંગ ₹૧૮.૬૮ લાખ અને સંશોધન અને વિકાસ ₹૩૬.૯૪ લાખ છે. આ વર્ષે ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી છે, જેમાં પ્રથમ તબક્કામાં ૬૦ ટકા આવરી લેવામાં આવ્યા છે. બીજો તબક્કો આ મહિનાના અંતમાં આયોજિત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button