આમચી મુંબઈ

મુંબઈમાં 8 પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષની સજા, જાણો સમગ્ર કિસ્સો?

મુંબઈ: મુંબઈની કોર્ટે તાજેતરમાં આઠ પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષ જેલની સજા ફટકારી છે. આશરે સાત કરોડ રૂપિયાની કિંમતના 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવાના 2015ના કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે આઠ પાકિસ્તાની નાગરિકોને બુધવારે 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટના કેસ માટેના વિશેષ ન્યાયમૂર્તિ શશીકાંત બાંગરે આઠ વ્યક્તિને ડ્રગ વિરોધી કાયદા હેઠળ આચરવામાં આવેલા ગુના માટે દોષિત ઠેરવ્યા હતા.

અપરાધીઓને એનડીપીએસ એક્ટ હેઠળ 20 વર્ષની મહત્તમ જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત અદાલતે પ્રત્યેક દોષિતને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. વર્ષ 2015માં ભારતીય તટરક્ષક દળે ગુજરાતના દરિયાકાંઠેથી 6.96 કરોડ રૂપિયાની કિંમતનું 232 કિલો હેરોઇન ભરેલી બોટમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા.

આપણ વાંચો: સટ્ટાબાજી મામલે ED એક્શનમાંઃ પાકિસ્તાની નાગરિકોની માલિકીના પોર્ટલ વિરુદ્ધ કાર્યવાહી

ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર બોટમાં 11 ડ્રમ અને 20 પ્લાસ્ટિકના પાઉચ હતા.એમાં ઘઉંવર્ણા બ્રાઉન કલરનો પાવડર હતો. દરેક પેકેટમાં રહેલી વસ્તુનું પરીક્ષણ કરતા એ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું,

આઠ પાકિસ્તાની નાગરિક પાસે ત્રણ સેટેલાઇટ ફોન, જીપીએસ નેવિગેશન ચાર્ટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ મળી આવ્યા હતા. બાદમાં તેમને દક્ષિણ મુંબઈની યલો ગેટ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

વિશેષ સરકારી વકીલ સુમેશ પુંજવાણીએ આરોપીઓને વધુમાં વધુ સજા કરવાની માગણી કરતાં કહ્યું હતું કે નશીલા દ્રવ્યોની અન્ય હેરાફેરી કરનારા માટે આ એક બોધપાઠ બની શકે છે.

આપણ વાંચો: Kutch બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો , બીએસએફએ પૂછપરછ શરૂ કરી

જોકે બચાવ પક્ષના વકીલે નરમ વલણ અપનાવવામાં આવે એવી રજૂઆત કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ અદાલતે નરમાઇ દર્શાવવાનો ઇનકાર કરી આઠેય આરોપીઓને મહત્તમ સજા ફટકારી હતી.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button