સાંઈભક્તોને લૂંટનારી ગેંગનો પર્દાફાશઃ સુરતની કારને આંતરીને કરી હતી લૂંટ…

મુંબઈઃ ગુજરાતના સુરત શહેરથી એક સાંઈભક્ત કારમાં શિરડી આવી રહ્યો હતો ત્યારે કોપરગાંવ નજીક તેની કારને આંતરીને બંદૂક અને તીક્ષ્ણ હથિયાર વડે કીમતી જણસ અને રોકડ સહિત લાખો રૂપિયાની લૂંટ કરી હતી. સ્થાનિક ગુના શાખાની ટીમે 7 જણની ધરપકડ કરી છે.
Also read : પુણેમાં GBS નો કહેર, બારામતીની યુવતીનું મૃત્યુ, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક થયો 10…
આરોપીઓ પાસેથી પોલીસ 9.64 લાખ રૂપિયાની કીમતી વસ્તુ જપ્ત કરી હતી. તેઓની પૂછપરછ દરમિયાન સાંઈભક્તોની લૂંટવાની તેમ જ સંગમનેર, ઘોટી અને વૈજાપુરની લૂંટમાં તેઓનો હાથ હોવાની કબૂલાત કરતાં અનેક કેસ ઉકેલાયા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર 16મી ફેબ્રુઆરીએ સવારે સાડાછ વાગ્યે ફરિયાદી મોહિત પાટીલ સાંઈબાબાનાં દર્શન કરવા માટે લાસલગાંવ-કોપરગાંવથી શિરડી આવી રહ્યા હતા. એ સમયે અજાણ્યા શખસે પાટીલને કારને આંતરી હતી.
બંદૂક અને તીક્ષ્ણ હથિયારની ધમકી આપીને પાટીલે પહેરેલા સોનાના દાગીના બળજબરીથી લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે કોપરગાંવ તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરવામાં આવી હતી.
Also read : ન્યુ ઈન્ડિયા બેંકના ખાતાધારકો માટે આવ્યા Good News, આ દિવસે આવશે ઈન્શ્યોરન્સના પૈસા ખાતામાં…
બુધવારે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી માહિતી મળી હતી કે વિજય જાધવ અને તેના સાથીઓ લાસલગાંવથી શિરડી તરફ આવી રહ્યા છે. પોલીસે શિરડીના કરવાડી ફાટા નજીક છટકું ગોઠવીને વિજય અને તેના સાથીઓની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં રોડ પર થતી લૂંટની કબૂલાત કરી હતી. કોપરગાંવ તાલુકા પોલીસ ગુનાની વધુ તપાસ કરી રહી છે.