આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 65 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 500ને પાર

મુંબઈ: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 100 કરતાંય વધારે એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. દિવસેને દિવસે આ આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે.

દેશના મોટા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પણ એક એવું જ રાજ્ય છે. 1 જૂન 2025ના રોજ જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 65 એક્ટિવ કેસ નોંધાય છે. જેની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 506 થઈ ગઈ છે. જાન્યુઆરી 2025થી દેશમાં કોરોનાના કેસો નોંધાવાની શરૂઆત થઈ હતી. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે 8 લોકોનું મૃત્યુ થયું છે.

અત્યારસુધી દેશમાં કોરોનાના 3395 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળ રાજ્યમાં છે. ત્યારબાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. કોરોનાના આંકડાઓમાં ગુજરાત 320 કેસ સાથે ચોથા ક્રમે છે.

આપણ વાંચો:  કરાડના એન્કાઉન્ટરનો કોન્ટ્રાક્ટ અપાયાનો દાવો કરનારા બરતરફ અધિકારીની દિલ્હીમાં ધરપકડ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં વિશ્વમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. ચીનના વુહાન શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ધીમેધીમે સમગ્ર વિશ્વમાં વાયુવેગે કોરોના વાયરસ ફેલાતા તે જીવલેણ સાબિત થયો હતો. જેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને મહામારી જાહેર કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button