સિંધુદુર્ગમાં કરોડોના ખર્ચે બનશે 60 ફૂટ ઉંચી શિવાજીની પ્રતિમા, ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય
મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં આવેલી શિવાજી મહારાજ (Sindhudurg Statue collapse)ની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી, મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે પ્રતિમા ધરાશાયી થાવનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થાવની એવામાં રાજય સરકારે મોટો નિર્ણય લીધો છે. ધરાશાયી થયેલી 35 ફૂટની પ્રતિમાની જગ્યાએ નવી 60 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
અગાઉ કરતા બમણા કદની પ્રતિમા:
આ નવી પ્રતિમા અગાઉની પ્રતિમા કરતા લગભગ બમણી ઉંચી હશે. અધિકારીઓએ આજે બુધવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રતિમા 20 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે અને સરકારે કામ પૂર્ણ કરવા માટે છ મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે.
વડા પ્રધાન મોદીને માફી મંગાવી પડી હતી:
રાજકોટના કિલ્લામાં સ્થાપિત શિવાજીની 35 ફૂટની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી. આ પ્રતિમાનું ઉદ્ઘાટન ગર વર્ષે વડા પ્રધાન મોદી હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રતિમા તૂટી પાડવાના આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ માફી માંગવી પડી હતી. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજીની માફી માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે હું માથું નમાવીને આ ઘટના માટે માફી માંગુ છું. અમારા માટે શિવજી પૂજનીય દેવ છે.
લોકોમાં રોષ, વિપક્ષને પ્રહારો:
પ્રતિમાના ધરાશાયી થયા બાદ વિપક્ષ મહાવિકાસ આઘાડીએ સત્તાધારી ભાજપ-શિવસેના (એકનાથ શિંદે જૂથ) – NCP (અજિત પવાર જૂથ) ગઠબંધન સામે પ્રદર્શનો કર્યા હતાં.
પ્રતિમા ધરાશાયી થવાને કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. રાજકીય પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું હતું. મહારાષ્ટ્ર સરકારે શરૂઆતમાં પ્રતિમાનું નિર્માણ કરનાર ભારતીય નૌકાદળ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટૂંક સમયમાં વધુ મોટી પ્રતિમા બનાવવાનું વચન આપ્યું હતું. વિપક્ષે પ્રતિમાના નિર્માણમાં સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને વિરોધ માર્ચ કાઢી હતી.
મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી આ મુદ્દો ઉગ્ર બન્યો હતો.
Also Read –