આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ફ્લાયઓવર માટે બજેટમાં ૪,૮૩૦ કરોડ રૂપિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નાગરિકોને રસ્તા ટ્રાફિક મુક્ત અને ઝડપી પ્રવાસ ઉપલબ્ધ થાય તે માટે શહેરમાં અનેક જગ્યાએ નવા ફ્લાયઓવર બાંધવાની સાથે જૂના ફ્લાયઓવરના પુન:બાંધકામના કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધા છે. આ કામ માટે પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં અધધધ ૪,૮૩૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

હાલ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ફ્લાયઓવરના કામ પ્રગતિએ છે, જેમાં અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો અત્યંત મહત્ત્વનો ગણાતા ગોખલે પુલની પહેલા તબક્કામાં એક લેન આગામી ૨૫ ફેબ્રુઆરીથી ખુલ્લી મૂકવાની પાલિકાની યોજના છે. તો પૂર્વ ઉપનગરના વિદ્યાવિહાર સહિત વિક્રોલીમાં રેલવે પાટા પર બાંધવામાં આવેલા પુલનું કામ ઝડપથી પૂરુંં કરવાનું પાલિકાએ લક્ષ્યાંક રાખ્યું છે, તે માટે બજેટમાં મોટા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે.

પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના જણાવ્યા મુજબ હાલ મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં પુલના કામ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી આઠ પુલના કામ ચાલી રહ્યા છે. તો બાકીના પુલના કામ હજી પ્રાથમિક તબક્કામાં છે. ૧૬ પુલમાંથી વાહનવ્યવહાર માટે અત્યંત મહત્ત્વનો ગણાતા ગોખલે પુલનું પહેલા તબક્કામાં એક લેન ૨૫ ફેબ્રુઆરીના ચાલુ કરવાની પાલિકાની યોજના છે. ગોખલે પુલનો પાલિકાની હદમાં આવતો ૩૭ ટકા અન રેલવેની હદમાં આવતા
વિક્રોલી રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટકને વર્ષો પહેલાં બંધ કરી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષો સુધી તેના બદલામાં ફ્લાયઓવર બાંધવાનું કામ અટવાઈ પડ્યું હતું. બાદમાં રેલવે અને પાલિકાએ પુલનું કામ તો હાથમાં લીધું પરંતુ ત્રણ વર્ષથી તે ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તેને કારણે પુલના બાંધકામનો ખર્ચ પણ ૭૯,૨૦,૩૯,૭૫૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ પુલનું ૬૦ ટકા કામ પૂરું થઈ ગયું હોવાનો પાલિકાનો દાવો છે. એ સિવાય વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસે પાટા ઉપર બાંધવામાં આવેલા પુલનું ૯૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. પુલને ડિસેમ્બર, ૨૦૨૪ સુધી ખુલ્લો મૂકવાની યોજના છે.

એ સિવાય માહિમ કૉઝ-વે પાસે મિઠી નદી પર પુલને પહોળો કરવાનું અને પુન:બાંધકામનો પ્રોજેેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેનું જોકે હજી માત્ર ૧૦ ટકા કામ થયું છે. કેશવરાવ ખાડગે માર્ગથી સાત રસ્તા જંકશન મહાલક્ષ્મી રેલવે સ્ટેશન અને ડૉ. ઈ. મોઝેસ રોડથી સાત રસ્તા જંકશનને જોડનારા પુલનું ૧૫ ટકા કામ પૂરું થયું છે.

મહાલક્ષ્મી સ્ટેશન પાસે કેબલ સ્ટેન્ટ પુલને સાત રસ્તાથી એસ બ્રિજ જંકશન સુધી તો પશ્ર્ચિમમાં બાજુમાં હાજી અલી જંકશન સુધી વિસ્તાર કરવામાં આવવાનો છે. જોકે આ પુલનું હજી માત્ર બે ટકા કામ થયું છે. મલાડ પી-ઉત્તર વોર્ડમાં લિંક રોડ પાસે મીઠી ચોકી જંકશન પર ફ્લાયઓવર બાંધવામાં આવવાનો છે, જેનું ૨૦ ટકા કામ પૂરું થયું છે. અંધેરી (પશ્ર્ચિમ)માં જેવીપીડી જંકશન પર જુહુ વર્સોવાથી સી.ડી.બરફીવાલા રોડ સુધીનો ફ્લાયઓવર બાંધવામાં આવવાનો છે. જોકે હજી તેનું કામ પ્રાથમિક સ્તરે છે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પર છ લેનનો ફ્લાયઓવર બાંધવામાં આવવાનું છે, જેનું કામ હજી પ્રાથમિક તબક્કામાં ચાલી રહ્યું છે. મલાડમાં ઈન્ફીનીટી મોલની પાછળની તરફ લાગુન રોડથી માલવણી સુધી પુલ બાંધવામાં આવવાનો છે, તે માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. એ સિવાય પાલિકા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં વર્સોવા ઈન્ટરચેન્જથી દહિસર ઈન્ટરચેન્જ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ ક્નેકરટરનું છ તબક્કામાં કામ કરવાની છે. સેનાપતિ બાપટ માર્ગથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માટેનો ફ્લાયઓવર બાંધવાની પણ પાલિકાની યોજના છે, તેના પર કામ ચાલી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!