ઍરપોર્ટ પર બે દિવસમાં છ જણની ધરપકડ કરી 4.81 કરોડનું સોનું જપ્ત

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બે દિવસમાં છ પ્રવાસીની ધરપકડ કરી અંદાજે 4.81 કરોડ રૂપિયાનું 8.1 કિલો સોનું જપ્ત કર્યું હતું.
મુંબઈ કસ્ટમ્સ ઝોન-3ના અધિકારીઓેએ મળેલી માહિતીને આધારે શનિવારે અને રવિવારે મુંબઈના ઍરપોર્ટ પર પહોંચેલા છ પ્રવાસીને રોક્યા હતા. તપાસ દરમિયાન પ્રવાસીઓએ કપડાં અને ગુપ્તાંગમાં સોનું સંતાડ્યું હોવાનું જણાયું હતું.
આપણ વાંચો: ગોવાના મોપા એરપોર્ટ પરથી 28 iPhone અને લગભગ 4 કરોડ રુપિયાનું સોનું જપ્ત
ધરપકડ કરાયેલા પ્રવાસીઓ પાસેથી અલગ અલગ 12 કેસમાં 8.1 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 4.81 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એક કેસમાં પ્રવાસીએ ગોળાકાર વૅક્સમાં ભરેલું સોનું ગુપ્તાંગમાં સંતાડ્યું હતું, જ્યારે અન્ય કેસોમાં પ્રવાસીઓએ પહેરેલાં કપડાંમાં વિવિધ તરકીબથી સોનું સંતાડ્યું હતું. આ પ્રકરણે કસ્ટમ્સ વિભાગ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)