મંત્રાલયમાં નોકરી અપાવવાના બહાને 39 લાખની છેતરપિંડી: બે સામે ગુનો
થાણે: મંત્રાલયમાં નોકરી અપાવવાને બહાને ચાર વ્યક્તિ સાથે રૂ. 39 લાખની છેતરપિંડી આચરવા બદલ થાણેના ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડી
છેતરાયેલા લોકોમાં શારીરિક રીતે અક્ષમ મહિલાનો સમાવેશ છે, જે કલ્યાણમાં દુકાન ધરાવે છે. તેણે દાવો કર્યો હતો કે તેની દુકાનમાં આવનારા એક આરોપીએ તેને મંત્રાલયમાં નોકરી મેળવી આપવા માટે મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
કોલસેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ઓગસ્ટ, 2021થી આરોપીઓએ મહિલા સહિત ચાર જણ પાસેથી રૂ. 39.71 લાખ સ્વીકાર્યા હતા. દરમિયાન ઘણા દિવસો વીતી ગયા છતાં નોકરી ન મળતાં ચારેય જણે આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે આરોપીઓ તેમને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. તેમણે પોતાના પૈસા પાછા માગતાં આરોપીઓએ તેમને ચેક આપ્યા હતા, જે બાઉન્સ થયા હતા.
આ પણ વાંચો: ફ્લેટ ખરીદદારો સાથે રૂ. ચાર કરોડની છેતરપિંડી: બેન્કના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણ સામે ગુનો
મહિલાએ આ પ્રકરણે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે બે જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)