આમચી મુંબઈમહારાષ્ટ્ર

600થી વધુ લોકો સાથે 380 કરોડની છેતરિંપડીઃ મુંબઈ પોલીસે ઉત્તરાખંડથી આરોપીને પકડ્યો

મુંબઈ: શેરબજારમાં રોકાણ સામે એકસ્ટ્રા રિટર્ન આપવાની લાલચ આપી 600થી વધુ લોકો સાથે લગભગ 380 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારાની મુંબઈ પોલીસે ઉત્તરાખંડમાંથી ધરપકડ કરી હતી. 600 કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલા આરોપીને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)ની એક ટીમે ઉત્તરાખંડના તપોવનથી ધરપકડ કરી હતી.

શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે ઠગાઇ કરવાના કિસ્સાઓમાં વધારાની સાથે પોલીસ પણ આ લૂંટારાઓને પકડવા કડક પગલાં લઈ રહી છે. તાજેતરમાં આ જ પ્રકારે લોકો પાસેથી પૈસા લઈને લોકોને વધુ રિટર્નની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી કરનાર 59 વર્ષની વ્યક્તિની અટક કરવામાં આવી હતી.


આ પણ વાંચો
: વિરાર ટોલ નાકા નજીક રૂ. 5.50 કરોડની લૂંટ: આરોપીઓ પાસેથી 4.87 કરોડની રોકડ, બે કાર જપ્ત

આરોપી તેની કંપની ખાનગી કન્સલ્ટન્સી સર્વિસીસના નામે લોકોને રોકાણ કરવા સામે મહિને 1.6થી 1.8 ટકા રિટર્નની ગેરન્ટી આપી તેમના પૈસા લઈને ફરાર થઈ જતો હતો. આ સાથે તે લોકોને કોમોડિટી માર્કેટમાં પણ રોકાણ કરી તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી લેતો હતો. આરોપી લોકો પાસેથી પૈસા લઈને તેમને થોડા સમય સુધી રિટર્ન મોકલાવતો અને થોડા સમય બાદ તેણે રિટર્નની રકમ પણ આપવાની બંધ કરતાં અનેક લોકોએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડીના ભોગ બનેલા 56 રોકાણકારે આ બાબતે મુંબઈના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમની સાથે લગભગ 380 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી પોલીસને આપી હતી. આ કેસમાં ઓશિવરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આ કેસમાં વધુ તપાસ માટે ઇઓડબલ્યુને સોપવામાં આવ્યો હતો અને તે બાદ તપાસ દરમિયાન આરોપીની ઉત્તરાખંડથી અટકાયત કરવામાં આવી હતી.


આ પણ વાંચો
: મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રસાદ પૂજારીને 20 વર્ષ બાદ ચીનથી ભારત લાવવા ક્રાઇમ બ્રાન્ચ વિભાગને મળી મોટી સફળતા

પોલીસ દ્વારા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી વ્યક્તિ પોતાને એક રોકાણ કંપનીનો દલાલ હોવાનું લોકોને કહીને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી લેતો હતો. આ આરોપીની ધરપકડ કરી તેને મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને અદાલતે પહેલી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button