અમીરાતની ફ્લાઈટે ટક્કર મારતા 36 ફ્લેમિંગોનાં મોત
મુંબઇઃ સોમવારે રાત્રે મુંબઈના ઘાટકોપરમાં પંતનગરના લક્ષ્મી નગર વિસ્તારમાં અમીરાતની ફ્લાઈટની ટક્કરથી 36 ફ્લેમિંગોના મોત થયા હતા. મુંબઈ એરપોર્ટના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે અમીરાતની EK-508 ફ્લાઈટે રાત્રે 9.18 વાગ્યે ઉતરાણ સમયે પક્ષી અથડાયાની જાણ કરી હતી. જોકે, ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી.
ઘાટકોપર વિસ્તારમાં મૃત પક્ષીઓ જોવા વિશે સ્થાનિકોએ વન્યજીવ જૂથને જાણ કર્યા પછી વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃત પક્ષીઓના શબ એકઠા કર્યાહતા.
મેન્ગ્રોવ પ્રોટેક્શન સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ફ્લેમિંગોના 36 મૃતદેહો મળી આવ્યા છે અને વધુ ફ્લેમિંગો માર્યા ગયા છે કે ઘાયલ થયા છે કે કેમ તે માટે શોધ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જાણીતા પર્યાવરણવિદ ડી. સ્ટાલિને કહ્યું હતું કે, “આ ઘટનાની ફોજદારી તપાસ થવી જોઈએ…”