૩૦૦ એકરની જમીન અમારી: વક્ફ બોર્ડ
લાતુરના તળેગાંવમાં આવા દાવા પછી રોષનો ભડકો: ખેડૂતો લડી લેવાના મૂડમાં

લાતુર: લાતુર જિલ્લાના તળેગાંવમાં ૧૫૦ ઘર છે અને અહીંના લોકો ફક્ત ખેતી પર નિર્ભર છે, પણ આ ગામના ૭૫ ટકા જમીન પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. ગામના ૧૦૩ ખેડૂતની ૩૦૦ એકર જમીનનો તેમાં સમાવેશ થાય છે. તેથી અહમદપુર તાલુકાના તળેગાંવમાં ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
ખેડૂતોને વકફ બોર્ડની નોટિસ
તળેગાંવના ૧૦૩ ખેડૂતોની ૩૦૦ એકર જમીન પર મહારાષ્ટ્ર રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ઔરંગાબાદ કોર્ટે દાવો કર્યો છે જેના હેઠળ ૧૦૩ ખેડૂતને નોટિસ મોકલવામાં આવી છે.
આપણ વાંચો: સમાજવાદી પક્ષના વિધાનસભ્યની મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને જાહેર સુનાવણી હાથ ધરવા વિનંતી
આ દરેક ખેડૂતોએ એકસાથે મળીને નોટિસનો જવાબ આપવાનું નક્કી કર્યું હતું અને વકીલ દ્વારા જવાબ પણ મોકલ્યો છે. ત્રણથી ચાર પેઢીથી અમારા કબજા હેઠળની જમીન અમારા હાથમાંથી જતી રહેશે કે એવો ભય હવે ખેડૂતોને સતાવી રહ્યો છે.
વક્ફ બોર્ડે કરેલા દાવા અંગે વીસમી ડિસેમ્બરે સુનાવણી થવાની છે. આ બાબતે પ્રશાસન અમન ન્યાય અપાવે એવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ૧૦૦-૧૫૦ વર્ષ બાદ જો કોઇ આ જમીન વક્ફ બોર્ડની હોવાનો દાવો કરતો હોય તો તે આશ્ર્ચર્યજનક જ છે. તેમ છતાં ગામવાસીઓ વક્ફ બોર્ડના દાવા સામે લડી લેવાના મૂડમાં છે.